Friday, December 27News That Matters

વાપી-વલસાડના સ્વાદિષ્ટ ભોજનના શોખીન ગ્રાહકો માટે Rangoli Resto છે Perfect Destination 

વલસાડ જિલ્લાના વાપીમાં નેશનલ હાઇવે નંબર 48 પર શાંતિ કોમ્પ્લેક્ષમાં આવેલ હોટેલ Rangoli Resto સ્વાદ શોખીનો માટે પહેલી પસંદ રહી છે. શુદ્ધ શાકાહારી ભોજનની અનેક વેરાયટીસભર ડિશ અહીં આવતા ગ્રાહકો માટે ઉત્તમ નજરાણું રહ્યું છે. હાલમાં દિવાળી તહેવાર હોય આ હોટેલના સંચાલકો દ્વારા દરેક ગ્રાહકો માટે વિશેષ વ્યંજનોનો ઉપહાર તૈયાર કરવામાં આવ્યો છે.કોઈપણ હોટેલ હોય જો તેમાં બનતી દરેક વેરાયટી તેમના ગ્રાહકોની નજર સમક્ષ બનતી હોય તો તેનાથી ગ્રાહકોને ઘર જેવા ભોજનની સંતુષ્ટિ મળે છે. આ ઉદેશથી આ રેસ્ટરોરન્ટમાં પણ જમવા આવતા ગ્રાહકો માટે લાઈવ કિચન છે. સંપૂર્ણ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર આપવો એ નેમ સાથે શરૂ થયેલ આ રેસ્ટરોરન્ટમાં કિચનથી માંડીને ડાઇનિંગ એરિયા સુધી સ્વચ્છતાને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ભોજન માટે આવતા દરેક ગ્રાહકોને સ્ટાફ તરફથી મીઠો આવકાર આપવા સાથે સંપૂર્ણ કાળજી લેવામાં આવે છે. પરિવાર સાથે આવતા ગ્રાહકો સ્ટાફના આત્મીયતા ભર્યા વ્યવહારથી, ઘર જેવા ઉત્તમ સ્વાદિષ્ટ ભોજનના વખાણ કરતા થાકતા નથી.Rangoli Restoના સંચાલકો જણાવે છે કે, તેમની હોટેલમાં દરેક વાનગીઓ બનાવવા માટે જરૂરી તમામ સામગ્રી અવવલ દરજ્જાની પસંદ કરવામાં આવી છે. ગ્રાહક એ ભગવાન છે. અને ભગવાનને અપાતું ભોજન સ્વાદિષ્ટ તો હોવું જ જોઈએ સાથે પૌષ્ટિક પણ હોવું જોઈએ. એટલે દરેક ડિશ પછી તે કાઠિયાવાડી હોય, પંજાબી હોય કે સાઉથ ઇન્ડિયન દરેક વાનગી સારી રીતે પકાવીને જ પીરસવામાં આવે છે. શાકભાજી, કઠોળ, તેલ, મીઠું, મરચું, મરી, મસાલો તમામ ચીજવસ્તુઓ સારી ક્વોલિટીની જ વાપરવામાં આવે છે.કિચનમાં પણ ખોરાક બનાવતી વખતે કર્મચારીઓને વિશેષ સુવિધા અપાય છે. વેઈટર સહિતના તમામ સ્ટાફને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે. કિચન સહિત રેસ્ટોરન્ટ માં ક્યાંય ગંદકી કે અસ્વચ્છતાથી ગ્રાહકો અકળાય ના જાય એ માટે સ્વચ્છતા સાથે સુરક્ષાને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. દરેક નાના માં નાની બાબતની જે કાળજી રાખવામાં આવી છે. એના કારણે જ Rangoli Resto વાપી ના જ નહીં સમગ્ર વલસાડના અને મુંબઈ અમદાવાદ વચ્ચે સફર કરનારા પ્રવાસીઓ માટે ઘર જેવા ભોજનના સ્વાદ સોડમ માટે Perfect ડેસ્ટિનેશન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *