નવસારી ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર બી. ડી. રાઠવા અને તેમની ટીમે વલસાડ જિલ્લાના વાપી તાલુકાના નામધા ગ્રામ પંચાયતના સભ્યને 2500 રૂપિયાની લાંચ ના છટકામાં ઝડપી પાડતા ગ્રામ પંચાયત માં ખળભળાટ મચી ગયો છે. 2500 રૂપિયાની લાંચ સ્વીકારનાર પંચાયત સભ્ય સુરેશ સોમા પટેલે ફરિયાદી પાસે પંચાયતનો કચરો ઉપાડવા પેટે આ લાંચ માંગી હતી.
આ અંગે ACB એ આપેલી વિગતો મુજબ નામધા ગ્રામપંચાયતના દેસાઈવાડમાં રહેતા સભ્ય સુરેશ સોમા પટેલે નામધા ગામમાં આવેલ સંસ્કાર રેસીડેન્સીમાં રહેતા ફરિયાદી કે જેઓ નામધા ગ્રામપંચાયત ખાતે વાર્ષિક સફાઈ વેરો ભરતા હોય, તેમ છતાં પણ નામધા ગ્રામપંચાયતના સભ્ય સુરેશ સોમા પટેલે બિલ્ડીંગ દીઠ કચરો લઈ જવાના અવેજ પેટે અલગથી માસિક રૂપિયા-2500/- ની લાંચની માંગણી કરી હતી.
ફરિયાદી આક્ષેપિત સુરેશભાઈ સોમાભાઈ પટેલને તેમની માંગણી મુજબના રૂપિયા-2500/- આપવા માંગતા ન હોય, ફરિયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. જે ફરિયાદીની ફરિયાદ આધારે નામધા ગામ, મોટા ઢોડિયાવાડ ખાતે આવેલ ક્રિષ્ના રેસીડેન્સીમાં આવેલ દુકાન નં.1 બહાર લાંચનાં છટકાનુ આયોજન કરતા આ કામના આક્ષેપિત સુરેશભાઈ સોમાભાઈ પટેલ ફરિયાદી પાસેથી લાંચની રકમ રૂપિયા-2500 સ્વીકારતા પકડાઈ ગયો હતો.
આ સફળ ટ્રેપમાં ACB સુરત એકમના મદદનીશ નિયામક
સુપર વિઝન અધિકારી આર.આર.ચૌધરીના માર્ગદર્શન માં નવસારી ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર બી. ડી. રાઠવા અને તેમની ટીમે પોતાની સફળ કામગીરી બજાવી હતી.