Friday, October 18News That Matters

એક કલાકનું શ્રમદાન:- સ્વચ્છતા માટે કોઈએ શેરી-સોસાયટીમાં સફાઈ કરી તો, કોઈ સંસ્થાએ સ્વચ્છતા માટે કાપડની થેલીઓનું વિતરણ કર્યું

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહવાન બાદ 1 ઓક્ટોબર રવિવારના સ્વચ્છતાને પ્રાધાન્ય આપી એક કલાકનું શ્રમદાન કરવા આહવાન કર્યું હતું. વાપી શહેર માં પણ “સ્વચ્છતા હી સેવા ” કાર્યક્રમ હેઠળ વાપી નગરપાલિકાએ શહેરના તમામ વોર્ડમાં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. જેમાં રાજકીય આગેવાનો, સ્વૈચ્છિક સંસ્થાઓના સભ્યો, સફાઈ કર્મીઓએ એક કલાક શ્રમદાન કર્યું હતું. ત્યારે, ચલા સ્થિત સુંદરમ સોસાયટીના સભ્યોએ ફ્રૂટ-શાકભાજી વેંચતા ફેરિયાઓને કાપડની થેલીઓ આપી પ્લસટીક ની થેળીનો ઉપયોગ ટાળવા અનુરોધ કર્યો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1 ઓક્ટોબરના સ્વચ્છતા એ સેવા અભિયાન હેઠળ દરેક નાગરિકને એક કલાક સ્વચ્છતાના અભિયાનમાં શ્રમદાન કરવાનું આહવાન કર્યું હતું. જે અનુસંધાને વાપીમાં નગરપાલિકા દ્વારા આયોજિત શ્રમદાન અભિયાનમાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, વાપી નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ સહિત દરેક સમિતિના સભ્યો, નગરસેવકો, કાર્યકરો, સફાઈ કર્મચારીઓ, નગરજનોએ એક કલાકનું શ્રમદાન કરી શહેરના મુખ્ય માર્ગો, શેરીઓ, સોસાયટીઓમાં સફાઈ કાર્ય કર્યું હતું.

તો, સ્વચ્છતા હી સેવાના સૂત્રને સાર્થક કરવા ચલા યુથ ચેરીટેબલ ટ્રસ્ટ વાપીના સભ્યોએ ChalaYouth ChTrust Vapi ના સદસ્યોએ વાપી ચલાના હળપતિવાસ પ્રાઇમરી સ્કૂલમાં અને ગોલ્ડ કોઇન સર્કલથી મુક્તાનંદ માર્ગ અને દમણ ગેટ સુધી સ્વચ્છતા અભિયાન હાથ ધરી સફાઈ કાર્ય કર્યું હતું. જેમાં વાપી નગરપાલિકાના સ્વચ્છતા વોરિયર્સએ પણ સાથે રહી સફાઈ કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું હતું. જેને ધારાસભ્ય અને કેબિનેટ નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ અભિનંદન પાઠવ્યા હતાં.

એ જ રીતે The Hope House નામની NGO સંસ્થા અને સુંદરમ સોસાયટીના સભ્યોએ પણ સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થઈ નવતર કાર્ય કર્યું હતું. સોસાયટીના સભ્યોએ સંસ્થાના સભ્યો સાથે શહેરમાં વપરાતા અને તે બાદ યુઝ એન થ્રો ના ધોરણે ફેંકી દેવાતા પ્લાસ્ટિક પર અંકુશ આવે, લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરે, પ્લાસ્ટિકથી ફેલાતા પ્રદુષણ સામે જાગૃતિ બને તેવા ઉદેશયથી ફ્રૂટ અને શાકભાજી વેંચતા ફેરિયાઓને કાપડની થેલીઓ આપી હતી. દરેક ફેરિયા દ્વારા પ્લાસ્ટિકનો બને તેટલો ઓછો ઉપયોગ કરી ગ્રાહકોને દરેક ચીજવસ્તુ કાપડની થેલીમાં આપે તેવી અપીલ કરી કાપડની થેળીઓનું વિતરણ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *