Sunday, December 22News That Matters

સરદાર વલ્લભભાઈ પટેલની 148મી જન્મ જયંતી નિમિત્તે ભાજપ-કોંગ્રેસના આગેવાનોએ વાપીમાં સરદારની પ્રતિમાને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા

31મી ઓક્ટોબર 2023ના સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહ મંત્રી અને ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની 148મી જન્મ જયંતી હતી. આ નિમિત્તે વાપીમાં ટાઉન વિસ્તારમાં આવેલ સરદારની પ્રતિમાને ભાજપના તેમજ કોંગ્રેસના આગેવાનોએ ફુલહાર ચઢાવી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતાં.

વાપી ટાઉન સરદાર ચોક ખાતે પુષ્પાંજલિના આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતાં. જેઓએ સરદારની પ્રતિમાને ફુલહાર ચઢાવી જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રજવાડાને એક કરી ભારતને લોકશાહી રાષ્ટ્ર બનાવ્યું છે. અને તે છેલ્લા 75 વર્ષથી અવિરત છે. જેનો શ્રેય સરદાર વલ્લભભાઈ પટેલને જાય છે. સરદારે આ ઉપરાંત અનેક સેવા સાથે દેશને સુંદર વ્યવસ્થા તંત્ર આપ્યું છે.

આ કાર્યને આગળ વધારી હાલના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ તેમને શ્રદ્ધા સુમન આપવા દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બનાવી છે. કેવડિયા સ્થિત આ પ્રતિમા ખાતે સરદારની જન્મ જયંતી નિમિત્તે દર વર્ષે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. સરદારની જન્મ જયંતીને એકતા દિવસ તરીકે સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે.

તો, અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 148 ની જન્મ જયંતિ નિમિત્તે વાપી કોંગ્રેસ દ્વારા પણ સરદાર પટેલની પ્રતિમાને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા. જેમાં વાપી નગરપાલિકાના વિપક્ષી નેતા ખંડુભાઈ પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તમામે સરદારની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી નમન કર્યા હતા.

સરદાર વલ્લભભાઈ પટેલની 148 ની જયંતિ નિમિત્તે યોજાયેલ પુષ્પાંજલિ કાર્યક્રમમાં ભાજપ તરફથી વાપી નગરપાલિકાના પ્રમુખ કાશ્મીરાબેન શાહ, ઉપ-પ્રમુખ અભય શાહ, કારોબારી ચેરમેન મિતેશ દેસાઈ, વાપી શહેર ભાજપ પ્રમુખ અને VIA પ્રમુખ સતિષ પટેલ સહિત નગરપાલિકાના તમામ વોર્ડના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જે તમામે પણ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી નમન કરી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *