વીરપુર ના વાસી જલારામ બાપા ભુખ્યાનો સહારો હતાં. તેઓ કહેતા હતા કે જ્યાં બટકું રોટલીનો ટુકડો ત્યાં હરિ ઢૂકડો, આજે પણ તેમની ભુખ્યાને ભોજન કરાવવાની ટેકને વીરપુર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં તેમના ભક્તો દ્વારા શરૂ રાખી ભુખ્યાને ભોજન કરાવવાનો સેવાયજ્ઞ કરી રહ્યા છે. તો એ સાથે દર વર્ષે કારતક શુક્લ પક્ષ સાતમના રવિવારે વીરપુર ધામ અને સમગ્ર રાજ્યની સાથે વાપીમાં જલારામ બાપાની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.
વાપીમાં છેલ્લા 17 વર્ષથી હરિઓમ મિત્ર મંડળ દ્વારા જલારામ જયંતિ નિમિત્તે મહાપ્રસાદ, મહાઆરતી અને ભજનના કાર્યક્રમનું અયોજન કરવામાં આવે છે. ફલેશ્વર મહાદેવ મંદિર કોચરવા 3rd ફેઈઝ વાપી GIDC ખાતે ધીરુભાઈ પટેલ તેમના પુત્ર નીતિન પટેલ તેમના મિત્રોના સહયોગમાં છેલ્લા 17 વર્ષથી સ્વખર્ચે જલારામ જયંતીની ઉજવણી કરે છે.
જે અંતર્ગત આ વર્ષે રવિવારે જલારામ બાપાની 224મી જન્મ જયંતિ હતી. એ પવન દિવસે હરિઓમ મિત્ર મંડળના નેજા હેઠળ સાર્વજનિક જલારામ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બપોરે અને સાંજે એમ 2 સમયે અંદાજિત 7000 જેટલા લોકો માટે મહાપ્રસાદ રૂપે ખીચડી, કઢી, દાળ ભાત અને રીંગણ બટાકાના શાકનો મહાપ્રસાદ ગ્રહણ કરાવી તૃપ્તિ નો એહસાસ કરાવ્યો હતો.
ધીરુભાઈ પટેલ અને પુત્ર નીતિન પટેલ દ્વારા પોતાના સ્વખર્ચે ઉજવાતા જલારામ જયંતિ મહોત્સવમાં તેમના મિત્રો એવા કલ્પેશ ભાનુશાલી સહિતના મિત્રો સંચાલનમાં સહયોગ આપે છે. જેઓએ જણાવ્યું હતું કે, હરિઓમ મિત્ર મંડળના ટ્રસ્ટી ધીરુભાઈ પટેલ દ્વારા દર વર્ષે જલારામ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં મહાપ્રસાદ, મહાઆરતી અને ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ભજન, ભોજન અને ભક્તિના સંગમ સાથે આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે.
આ વર્ષે 224મી જલારામ જયંતિ નિમિત્તે હરિઓમ મિત્ર મંડળ દ્વારા બપોરે બાપાની મહાઆરતી બાદ આયોજિત મહાપ્રસાદ માં અંદાજિત 3 હજાર લોકોએ જ્યારે સાંજે મહા આરતી બાદ આયોજિત મહાપ્રસાદ માં 4 હજાર લોકો મળી 7 હજાર ભક્તો મહાપ્રસાદ લેશે તેવો અંદાજ લગાવ્યો હતો. તો, જાણીતા ગાયકો દ્વારા જલારામ બાપાના ભજનની રમઝટ બોલાવે મોટી સંખ્યામાં લોકો બાપાના ભજનનો લ્હાવો લઈ શકે તેવું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ સમગ્ર વિસ્તાર વાપી અદ્યોગિક વસાહતમાં કામ કરતા કામદારોનો હોય જલારામ જયંતિ નિમિતે મોટી સંખ્યામાં કામદારો પોતાના પરિવાર સાથે બાપાની મહાઆરતીમાં અને મહાપ્રસાદ માં ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ જ્યાં અન્નનો ટુકડો ત્યાં હરિ ઢુંકડો ના બાપા ના સૂત્રને સાર્થક કરાવ્યું હતું. હરિઓમ મિત્ર મંડળના ધીરુભાઈ દ્વારા જલારામ જયંતીની જેમ જ ગણેશ મહોત્સવ અને શિવરાત્રી મહોત્સવનું સ્વખર્ચે આયોજન કરી સેવાની સરવાણી વહાવે છે.