વાપીમાં નવરાત્રી પર્વ તેમની ચરમસીમાએ છે. ત્યારે ચલા સ્થિત ભાઠેલાં પાર્ટી પ્લોટમાં શ્રીજી ઇવેન્ટ આયોજિત રાસ રમઝટ સિઝન 7 માં ગરબા સાથે રાષ્ટ્ર પ્રેમની ઝલક જોવા મળી હતી. તો, મેરીલ લાઈફ સાયન્સના 400 જેટલા વિદેશી ડેલીગેટ્સ પણ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ તાળીઓના તાલે ગરબે ઘૂમ્યા હતાં.
વાપી ચલા સ્થિત ભાઠેલાં પાર્ટી પ્લોટમાં શ્રીજી ઇવેન્ટ દ્વારા રાસ રમઝટ સિઝન 7 ગરબા મહોત્સવનું આયોજન કર્યું છે. નવરાત્રી ઉત્સવના આ આયોજનમાં 6ઠ્ઠા નોરતાએ શ્રીજી ઇવેન્ટના સમીર પટેલના આમંત્રણને માન આપી રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, વાપી નગરપાલિકાના પ્રમુખ કાશ્મીરા શાહ, VIA પ્રમુખ સતીશ પટેલ, નોટિફાઇડ ચેરમેન હેમંત પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે સૌ પ્રથમ સૌની ઉપસ્થિતિમાં જન મન ગન…. રાષ્ટ્રગીત ગવાયું હતું. જે બાદ તમામ મહાનુભાવોનું સમીર પટેલ, અને ઇવેન્ટ એસોસીએટ મુકેશ જૈન, Avencia ના બિપિન વાણીયા સહિત તમામના હસ્તે સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે એક દીકરી જે ગરબા ખેલવા ઉપરાંત વિવિધ સ્પર્ધાઓમાં વાપીનું નામ રોશન કર્યું હોય નાણાપ્રધાનના હસ્તે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ગરબા મહોત્સવમાં વાપી, દમણ, સેલવાસના ગરબા શોખીનો ઉપરાંત મેરીલ લાઈફ સાયન્સના 400 જેટલા વિદેશી ડેલીગેટ્સ પણ ચણીયા ચોળી, કેડીયામાં સજ્જ થઈ ગરબે રમવા આવ્યા હતાં. આ તમામ વિદેશી ડેલીગેટ્સ
ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ તાળીઓના તાલે ગરબે ઘૂમ્યા હતાં. જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં. ઉલ્લેખનીય છે કે, શ્રીજી ઇવેન્ટ દર વર્ષે પરંપરાગત ગરબા સાથે રાષ્ટ્રપ્રેમ ને પણ ઉજાગર કરે છે. અહીં ગરબા સાથે ખેલૈયાઓ દરરોજ રાષ્ટ્રગીત ગાઇ ગરબે રમે છે. જે કદાચ અન્ય ગરબા અયોજનોની સરખામણી કંઇક નોખું અનોખું આયોજન છે.
yandanxvurulmus.oqLX9cWEvw70