ભારતમાં ક્રિકેટ બાદ યુવાનોમાં કરાટે ટ્રેનીંગનો સૌથી મોટો ક્રેઝ છે. ત્યારે આવા કરાટે વિરોને યોગ્ય પ્લેટફોર્મ મળે તેવા ઉદ્દેશ્યથી વિશેષ કરાટે ટુર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત 10મી સપ્ટેમ્બરે વાપીના પાંચાલ સમાજના વિશ્વકર્મા હોલમાં The Art Karate Do Federation દ્વારા નેશનલ લેવલની કરાટે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત સહિત 7 જેટલા રાજ્યોના 300 સ્પર્ધકોએ ભાગ લઈ પોતાની પ્રતિભાના દર્શન કરાવ્યા હતાં.
ધ આર્ટ કરાટે ડું ફેડરેશન અને વર્સેટાઈલ શોતોકાન કરાટે ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટનનો હેતુ વાપી અને વલસાડ જિલ્લાના કરાટે તાલીમબદ્ધ ખેલાડીઓને નેશનલ લેવલનું પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો. ટૂર્નામેન્ટમાં આયોજકો દ્વારા દિવ્યાંગ સ્ટુડન્ટ લને ફ્રી એન્ટ્રી તથા ગરીબી રેખા હેઠળના પરિવારના પ્રતિસ્પર્ધીઓ માટે જરૂરી તમામ મદદ પુરી પાડવામાં આવી હતી.
આ ટુર્નામેન્ટમાં દેશના અલગ અલગ 7 રાજ્યોમાંથી કુલ 10 જેટલી ટીમો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટમાં આયોજક The Art Karate Do Federationના સંસ્થાપક અને સેન્સેઇ દીપક પવાર દ્વારા દમણ-દીવ, વાપી ના સૌથી સિનિયર અને જાણીતા કરાટે માસ્ટર ક્યોશી કિરણ પ્રજાપતિનું તેમજ સુરત, મુંબઇ, ઝાંસી, ડામાંથી પધારેલા તમામ માસ્ટરનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.