Friday, October 18News That Matters

અનાથ કન્યાઓની શૈક્ષણિક જરૂરિયાતનું ફંડ એકત્ર કરવા Vega Infotech & Production દ્વારા MR & MISS VEGA GUJARAT 2024 ઇવેન્ટ યોજાઈ

શનિવારે વાપીમાં ભુલા લક્ષ્મી પાર્ટી પ્લોટ ખાતે ફેશન કમ પેજન્ટ શૉ નું આયોજન કરવામાં આવ્યું હતું. Vega Infotech & Production Presenting MR & MISS VEGA GUJARAT 2024 ઇવેન્ટમાં 38 યુવક-યુવતીઓએ રેમ્પ વૉક કર્યું હતું. આ ઇવેન્ટ એક ચેરિટી ઇવેન્ટ હતી. જેમાંથી એકત્ર થનારું ફંડ અનાથ બાળકીઓને શિક્ષણ અને અન્ય જરૂરિયાત માટે ખર્ચવામાં આવશે.

ઇવેન્ટના ઉદેશ્ય માટે વેગા ના મેનેજીંગ ડિરેકટર મનીષ પાંડેએ જણાવ્યું હતું કે, આ એક પેજન્ટ શૉ હતો. જેમાં વિજેતાઓને પ્રાઈઝ આપી પ્રોત્સાહન પૂરું પાડવા સાથે તેઓને એક પ્લેટફોર્મ આપવાનો પ્રયાસ છે. તો, આ ઇવેન્ટમાં સ્પોન્સર્સ દ્વારા મળેલી રકમમાંથી બચત થયેલી રકમ અનાથ બાળકીઓને શિક્ષણ પાછળ ખર્ચવામાં આવશે.


વેગા ઇન્ફોટેક એન્ડ પ્રોડક્શન પ્રસ્તુત મી. એન્ડ મિસ વેગા ગુજરાત 2024ના આયોજન પહેલા સંસ્થા દ્વારા ખાસ ઓડિશન લેવામાં આવ્યા હતાં. જેના થકી કુલ 38 યુવક યુવતીઓને આ ઇવેન્ટમાં ભાગ લેવા વાઈલ્ડ કાર્ડ અપાયા હતાં. ઇવેન્ટમાં ભાગ લેવા ગુજરાતના અલગ અલગ શહેર ઉપરાંત મુંબઈ, ઓરિસ્સા જેવા રાજ્યોમાંથી યુવક યુવતીઓ અને મોડેલ ભાગ લેવા આવ્યા હતાં. જેઓએ ઉપસ્થિત આમંત્રીતો સમક્ષ રેમ્પ વૉક કરી પોતાની કલાના કામણ પાથર્યા હતા.

વિજેતા બનનાર મિસ્ટર અને મિસને 21 હજારનું રોકડ ઇનામ, ક્રાઉન એનાયત કરવામાં આવ્યા હતાં. તેમજ ગૃહિણીઓ પણ આ ક્ષેત્રમાં આગળ વધે તેવા ઉદેશયથી વિશેષ આયોજન કરી ગૃહિણીઓને રેમ્પ વૉક કરાવી સ્પેશ્યલ પ્રાઈઝ એનાયત કરવામાં આવ્યું હતું. ઇવેન્ટમાં મુંબઈમાં અને TV પર ફેશન શૉમાં ભાગ લેનાર જજીસ ને આ ઇવેન્ટમાં આમંત્રિત કર્યા હતાં.

ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લાના વાપી જેવા શહેરોના યુવાનોને પોતાની કાબેલિયત અનુસાર પ્લેટફોર્મ મળે તેવા ઉદેશથી આ સંસ્થા આવી ઇવેન્ટ કરે છે. આ પહેલા સોશ્યલ મીડિયાને કેન્દ્રમાં રાખી વિડિઓ ક્રિએટર્સ માટે ઇવેન્ટ યોજી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. એ બાદ વેગા ડાન્સ ચેમ્પિયન શૉ નું આયોજન કરી નૃત્ય ક્ષેત્રે યુવાનો ને પ્રોત્સાહન આપ્યું હતું. તો, કપરડામાં અનાથ કન્યાઓ માટે ચાલતી શાળામાં જઇ કન્યાઓને શૈક્ષણિક કીટ, અંગત જરૂરિયાત પૂરી પાડવા સાથે તેઓને એક દિવસનો સમય આપે છે. આવી કન્યાઓ ક્યાં ક્ષેત્રમાં આગળ વધવા માંગે છે. ક્યાં ક્ષેત્રમાં અભ્યાસ સાથે આગળ વધી શકાય તેવા ઉદેશ્ય સાથે વિશેષ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરી સાચી દિશામાં વાળવાના પ્રયાસ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *