Coastal Regulation Zone (CRZ) મુજબ જિલ્લામાં કયો વિસ્તાર ક્યાં ઝોનમાં છે. કેટેગરી મુજબ તેમાં ક્યાં સર્વે નંબરના વિસ્તારનો સમાવેશ થાય છે. તે માટે NCSCM, ચેન્નાઈએ CRZ નોટિફિકેશન 2019 ની માર્ગદર્શિકા અનુસાર વલસાડ જિલ્લાના ડ્રાફ્ટ CZMP (કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન) તૈયાર કરવાનું કામ પૂર્ણ કર્યું છે. જે સંદર્ભે આગામી 29મી ડિસેમ્બરે 2023ના CRZ નોટિફિકેશન 2019 અંતર્ગત વલસાડ જિલ્લાના વાપી ખાતે VIA હોલમાં જન સુનાવણી યોજાવાની છે.
CRZ નોટિફિકેશન 2019ના સંદર્ભમાં કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાનમાં વલસાડ જિલ્લા અંગે વિસ્તૃત વિગતો ટાંકવામાં આવી છે. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય, ભારત સરકાર, નવી દિલ્હીએ આ જાહેરનામું તારીખ 18મી જાન્યુઆરી 2019ના કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ) નોટિફિકેશન-2019 તરીકે જાહેર કરવામા આવ્યુ છે.
કેન્દ્ર સરકાર દ્વારા આજીવિકાની સુરક્ષા ઉપરાંત, દરિયાકાંઠાના વિસ્તારો અને દરિયાઇ વિસ્તારોના અન્ય પર્યાવરણને જાળવવા અને બચાવવાના હેતુથી દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમાર સમુદાયો, સ્થાનિક સમુદાયોને અને ગ્લોબલ વોર્મિંગને કારણે કુદરતી જોખમો, દરિયાની સપાટીમાં વધારો થવાના જોખમોને ધ્યાનમાં લઈને વૈજ્ઞાનિક સિદ્ધાંતો પર આધારિત ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે દરિયાકાંઠાના વિસ્તારો જાહેર કર્યા છે.
ત્યારે, એક તરફ સૌથી વધુ ઔદ્યોગિક વિસ્તાર ધરાવતા જિલ્લામાં જ કોસ્ટલ વિસ્તારનો સૌથી વધુ વિસ્તારને No Development Zone જાહેર કરાયો છે. જો કે આ જ વિસ્તારમાં હાલ તો સૌથી વધુ ઔદ્યોગિક કે રહેણાંક વિકાસ ઝડપભેર આગળ વધી રહ્યો છે. આગામી જાહેર સુનાવણી અંતર્ગત હાલ તૈયાર કરેલ ડ્રાફ્ટ પ્લાનમાં NDZ વિસ્તારને લઈ કદાચ સૌથી વધુ રજુઆત આવી શકે છે.
જે વિસ્તારને (No Development Zone) NDZ જાહેર કરવામાં આવી રહ્યો છે. એમાં જિલ્લાના ત્રણેય તાલુકાની વિગતો જોઈએ તો પારડી તાલુકાના કલસર, કોલક, પલસાણા, ઉમરસાડી પૈકી ઉંમરસાડીમાં સૌથી વધુ સર્વે નંબરો No Development Zone છે.
ઉમરગામ તાલુકાના દહેરી, આહુ, ફણસા, ગોવાડા, કાલઇ, કલગામ, ખતલવાડા, નારગોલ, પલગામ, પાલી કરમબેલી, સંજાણ, સરોડા, તડગામ, ટેંભી ગામના સર્વે નંબરોને પણ No Development Zoneમાં સમાવેશ કરવામાં આવ્યો છે. છતાં આ વિસ્તારના ખતલવાડા, સરોન્ડા, દહેરી, ગોવાડા, સંજાણમાં જ સૌથી વધુ ઔદ્યોગિક વિસ્તાર વિસ્તરી રહ્યો છે.
વલસાડ તાલુકાના ગામોની વાત કરીએ તો વલસાડ તાલુકામાં કોસંબા, નનકવાડા, મેહ, શંકર તળાવ, સુરવાડા, ઉમરસાડી, ઊંટડી, વાસણ, વેજલપુર, અબ્રામા ભદેલી દેસાઈ પાર્ટી, ભદેલી જગાલાલા, ભાગલ ભાગડા ખુર્દ, ભાગડાવાડા, ભગોદ, ધમદાચી, હરિયા, કકવાડી દાંતી ગામમાં પણ નો ડેવલોપમેન્ટ ઝોન જાહેર કરાયા છે. જેમાં ભાગલ અને ભાગડા ખુર્દ, ભાગડાવાડા, છરવાડા, ચીખલા, દાંડી, ધરાસણા, હરિયા ગામોમાં સૌથી વધુ સર્વે નંબરો No Development Zone હેઠળ આવેલા હોવા છતાં આ વિસ્તારમાં ઔદ્યોગિક ને બદલે રહેણાક વિસ્તારનો પગ પેસારો વધતો જોવા મળી રહ્યો છે.
CRZ નોટિફિકેશન, 2019 ની જોગવાઈઓ મુજબ વલસાડ જિલ્લામાં CRZની વિવિધ કેટેગરી દર્શાવતો ડ્રાફ્ટ પ્લાન જોઈએ તો, વિવિધ ગામના કોસ્ટલ વિસ્તારના સર્વે નંબરોને HTL CRZ-IIIA, CRZ-IIIB, CRZ-IA, CRZ-IB, CRZ-II, CRZ-IVB, કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. હાઇ ટાઇડ લાઇન (HTL) સમુદ્રના મોરચે જમીનની બાજુએ 50 થી 500 મીટર સુધીનો જમીન વિસ્તાર CRZ-IIIA અથવા CRZ IIIB જાહેર કરાયો છે. જિલ્લાના પારડી તાલુકાના કલસર, ઉદવાડા ગામના વિવિધ સર્વે નંબરનો સમાવેશ થાય છે. ઉમરગામ તાલુકાના દહેરી, ફણસા, ગોવાડા, કાલઈ, કલગામ, નરગોલ, સરોન્ડા અને ઉમરગામ શહેરના વિવિધ સર્વે નંબરનો સમાવેશ થાય છે. જેમાં HTL CRZ IIIA ધરાવતો સૌથી વધુ વિસ્તાર નારગોલ, દહેરી, કલગામના વિસ્તારનો સમાવેશ છે.
HTL CRZ-IIIB હેઠળ આવતા વલસાડ તાલુકાના ગામડાઓમાં સુરવાડા સૌથી વધુ સર્વે નંબરો ધરાવતો વિસ્તાર છે. એ ઉપરાંત મગોદ, લીલાપોર, કોસંબા, ભાગલ નો સમાવેશ થયો છે. જિલ્લાના આ ત્રણેય તાલુકામાં દાંડી, દાંતી, ચીખલા મહત્વપૂર્ણ HTL CRZ IIIB ધરાવતા સર્વે નંબરો ધરાવે છે.
CRZ-I વિસ્તારો પર્યાવરણની દૃષ્ટિએ સૌથી મહત્વપૂર્ણ છે જેને નીચે પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. જેમાં
CRZ-IA માં મોટેભાગે દરિયાકિનારાની અખંડિતતા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવતા મેન્ગ્રોવ્સના વિસ્તારનો સમાવેશ થાય છે. મેન્ગ્રોવ્સ સાથેનો બફર ઝોન ધરાવતા વિસ્તારમાં પારડી તાલુકાના પલસાણા, ઉદવાડા, ઉમરસાડી પૈકી ઉમરસાડી અને ઉદવાડા ના સૌથી વધુ સર્વે નંબરનો સમાવેશ થયો છે. ઉમરગામ તાલુકામાં મેન્ગ્રોવ્સ સાથેનો બફર ઝોન ધરાવતા વિસ્તારમાં કાલઈ, ખતલવાડા, પળગામ, સંજાણ, તડગામ, નારગોલ, ઉમરગામ શહેરના કેટલાક વિસ્તારનો સમાવેશ થાય છે. જેમાં ખતલવાડા, તડગામ, કાલઈમાં વધુ પડતા સર્વે નંબરો મૅગ્રોવ્ઝ ધરાવતા બફર ઝોન છે.
જિલ્લામાં વલસાડ તાલુકા વિસ્તારમાં આવતા ગામોમાં સૌથી વધુ મૅગ્રોવ્ઝ નો વિસ્તાર છે. જેમાં ભાગડા ખુર્દ, ભાગડાવાડા, ભગોદ, ભદેલી જગાલાલા, ભાગલ, કોસંબા, મગોદ, મેહનો સમાવેશ થયો છે. જે પૈકી ભદેલી જગાલાલામાં સૌથી વધુ મૅગ્રોવ્ઝ ધરાવતા સર્વે નંબર છે.
CRZ-IB મુજબ વલસાડ તાલુકાના સુરવાડા, તિથલ, ઉમરસાડી, ઊંટડી, વલસાડ શહેર, વાસન, વેજલપોર, કોસંબા, લીલાપોર, મગોદ, માલવણ, મેહ, મોગરાવાડી, નનકવાડા, પારડી સાંઢપોર, શંકર તળાવ, અબ્રામા, અટાર, ભદેલી દેસાઈ પાર્ટી, ભદેલી જગાલાલા, ભાગલ, ભાગડા ખુર્દ, ભાગડા વાડા, ભગોદ, છરવાડા ચીખલા ધમડાચી ધરાસણા હરીયા વિસ્તારના ગામમાં આવેલ સર્વે નંબરોની જમીનનો સમાવેશ થાય છે. જે પૈકી ભાગડા વાડા, છરવાડા, ભાગલ, ભદેલી દેસાઈ પાર્ટી, ભદેલી જગાલાલા, માલવણ, મગોદ મગજ સૌથી વધુ CRZ-IB ધરાવતો વિસ્તાર છે.
CRZ-IB હેઠળ ઉમરગામ તાલુકામાં ઉમરગામ શહેર, આહુ, દહેરી, ફણસા, ગોવાડા, કલગામ, માલવણ, નારગોલ, પલગામ, પાલી કરમ બેલી, સંજાણ, સરોન્ડા, તડગામ, ટેમ્ભી ગામના સર્વે નંબરો નો સમાવેશ થાય છે. પારડી તાલુકામાં કલસર, કોલક, પલસાણા, પારડી શહેર, ઉદવાડા, ઉમરસાડી ગામના વિવિધ વિસ્તારનો સમાવેશ થાય છે
CRZ-II, CRZ-III હેઠળ આવતા જમીન વિસ્તારોમાં સમગ્ર વલસાડ જિલ્લાના પારડી, ઉમરગામ, વલસાડ તાલુકાના ગામોની વિગતો જોઈએ તો, કોલક, મોતીવાડા, પારડી, ઉદવાડા, ઉંમરસાડી, દેહરી, કલગામ, મરોલી, ઉમરગામ શહેર, અબ્રામા, ભાગડા ખુર્દ, ભાગડા વાડા, વલસાડ શહેર, કોસંબા, મોગરાવાડી જેવા ગામોના સર્વે નંબરોનો સમાવેશ થાય છે. જે પૈકી વલસાડ જિલ્લાનો શહેરી વિસ્તાર, મોગરાવાડી, અબ્રામા, ભાગડા વાડા, મરોલી, ઉદવાડા ગામ સૌથી વધુ CRZ-II કે CRZ-III સર્વે નંબરો ધરાવતા ગ્રામ્ય અને શહેરી વિસ્તાર છે.
જિલ્લામાં એ ઉપરાંત CRZ-IV, CRZ-IVA, CRZ-IVB ઉપરાંત અન્ય વિશે વિશેષ વિચારણાની જરૂર હોય તેવા વિસ્તારો.- નિર્ણાયક દરિયાકાંઠાના પર્યાવરણ અને સ્થાનિક સમુદાયો દ્વારા સામનો કરવામાં આવતી મુશ્કેલીઓના રક્ષણના હેતુ માટે દરિયાકાંઠાના વિસ્તારોને ખાસ ધ્યાનમાં લેવામાં આવશે.
નોંધનીય છે કે CRZ નોટિફિકેશન 2019 ના પરિશિષ્ટ I, પેરા IV (a) મુજબ, વલસાડ જિલ્લાના ઉક્ત ડ્રાફ્ટ CZMP નકશા ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી અને ગુજરાત ઇકોલોજી કમિશન (GEC) વિભાગો, સ્થાનિક સમુદાયો, એનજીઓ, સ્થાનિક નાગરીક વગેરે તરફથી સૂચનો / વાંધા આમંત્રિત કરવામા આવ્યા છે. જે માટે 28/12/2023 અંતિમ તારીખ છે. જે બાદ 29મી ડિસેમ્બરે 2023ના 11 વાગ્યે કલેકટર, GPCB ના અધિકારીઓની અધ્યક્ષતામાં વાપીના VIA હોલ ખાતે પબ્લિક હિયરિંગ યોજી ડ્રાફ્ટ પ્લાન તૈયાર કરવા આગળની પ્રક્રિયા હાથ ધરાશે.