Friday, October 18News That Matters

માહ્યાવંશી શિક્ષણ પ્રચારક સંઘ પારડી-વાપી શાખાએ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કર્યુ

શ્રી માહ્યાવંશી શિક્ષણ પ્રચારક સંઘ મુંબઇની પારડી-વાપી શાખા દ્વારા રવિવારે ઉદવાડાના ઓરવાડ સ્થિત એકલિંગજી હોલમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીનો સન્માન કરતો સમારંભ રાખ્યો હતો.

માહ્યાવંશી શિક્ષણ પ્રચારક સંઘ પારડી વાપી શાખા દ્વારા આાયોજીત આ કાર્યક્રમમાં સમાજના ઉચ્ચ શિક્ષણ મેળવેલા 80થી વધુ તેજસ્વી વિદ્યાર્થીને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.

આ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે બેરિસ્ટરની પદવી મેળવનાર પ્રથમ ગુજરાતી મહિલા અને બ્રિટન પૂર્વ અધિકારી, વિશ્વ રેકર્ડ ધારક ભારૂલતા પટેલ કાંબલે ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્ય મહેમાન તરીકે પારડી પાલિકાના માજી પ્રમુખ હસમુખભાઇ રાઠોડ, DGVCL ના ડેપ્યુટી ઇજનેર જયંત ઉદવાડિયા, MBBS ડો. રચના પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

પારડી વાપી શાખાના પ્રમુખ જિતેન્દ્ર એસ. માહ્યાવંશી, ઉપપ્રમુખ રમેશભાઇ માહ્યાવંશી, મંત્રી ચેતન પરમાર, સહમંત્રી ભૂપેન્દ્ર પરમાર, ખજાનચી અરૂણભાઇ વજીરીયા અને દુર્લભભાઇ માહ્યાવંશી અને ડિમ્પલ પરમારે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *