Friday, October 18News That Matters

વાપી-સેલવાસમાં આવેલા બેંકના ATM મશીનમાંથી ગ્રાહકોના રૂપિયા ચોરતા 4ની LCB એ ધરપકડ કરી

વાપી GIDC ના ATM મશીન પર પટ્ટી ચોંટાડી 3 હજાર લઈ જઈ વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં કરવામાં આવી હતી. આ પ્રકરણમાં એલસીબી ટીમે તપાસ હાથ ધરી બાતમી આધારે યુપીના 4 ઈસમોને ઝડપી પાડયા હતાં. પકડાયેલ ઈસમોએ સંઘપ્રદેશ DNH ના સેલવાસમાં 2, વાપી ટાઉનમાં 1 અને જીઆઈડીસી વિસ્તારમાં 2 એટીએમ મશીન પર પટ્ટી લગાવી રોકડા રૂપિયા મેળવેલાનું બહાર આવ્યું હતું. પોલીસે રીક્ષા અને 4 મોબાઈલ ફોન અને એટીએમ કાર્ડ મળી કુલ રૂ.45,500/-નો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ વાપી GIDC પોલીસ મથકને સોંપી છે.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ સહિત વાપી ટાઉન અને GIDC વિસ્તારમાં બેંકના ATM મશીનમાંથી પૈસા ઉપાડવા માટે આવનારાઓ ગ્રાહકોના પૈસા ATM મશીનમાં જ ફસાઈ જતા હતાં. અને તે બાદ તે ના પૈસા ઉપાડ થયા હોવાનો મેસેજ આવતો હતો. આ છેતરપીંડિના ભોગ બનનારાઓએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસમાં રહેલ LCB એ 4 લોકોની ધરપકડ કરી ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

આ અંગે LCB એ આપેલી વિગત LCB PI ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ વાપી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ASI અલ્લારખુને મળેલ બાતમી આધારે વાપી જીઆઈડીસી, સરદાર ચોક પાસે વોચ ગોઠવી વર્ણવેલ શંકાસ્પદ ઈસમોના નામઠામ પૃચ્છા કરતા (1) દિનદયાલ રાજકિશોર પાંડે (2) હરિલાલ સત્યનારાયણ વર્મા (3) સંદિપકુમાર ઉર્ફે રાજ રામબરન વર્મા (4) સંદિપ રામ આશરે વર્મા તમામ મૂળ યુપીના હોવાનું જણાવ્યું હતું.

જેઓએ પોલીસ પૂછપરછમાં કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો જેથી પોલીસે રીક્ષા અને 4 મોબાઈલ ફોન અને એટીએમ કાર્ડ મળી કુલ રૂ.45,500/-નો મુદ્દામાલ કબજે કરી તેઓની અટક કરી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. પકડાયેલા ચારેય ઈસમો એટીએમ મશીનમાં જયાંથી પૈસા નીકળે તે જગ્યા ઉપર પ્લાસ્ટીકની પટ્ટી લગાવતા અને પૈસા ઉપાડવા માટે આવનારાઓના પૈસા તેમાં ફસાઈ જતા અને તે પૈસા તેઓ લઈ લેતા હતાં.

આ કરામત અજમાવી તેઓએ પંદરેક દિવસ પહેલા સંઘપ્રદેશ દાનહના સેલવાસ મસાટ અને દાદરાના એટીએમમાંથી પૈસા મેળવેલા હતા. જયારે ચારેક દિવસ પહેલા વાપી જીઆઈડીસી વિસ્તારમાં, વાપી ગીતાનગરમાં આવેલ ATM માંથી પૈસા મેળવ્યા હોવાની કબુલાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *