Monday, December 30News That Matters

વાપીમાં ચલા ખાતે ભારતના સૌથી મોટા Under Water Tunnel Aquarium અને Amusement Parkનો શુભારંભ 

ગુરુવારે 19મી ડિસેમ્બરથી વાપીના ચલા ખાતે ભારતના સૌથી મોટા અન્ડર વૉટર ટનલ માછલી ઘર અને એમ્યુઝમેન્ટ પાર્કનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પાર્કનું વાપી નગરપાલિકાના ઉપપ્રમુખ દેવલબેન દેસાઈ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનોજ પટેલના હસ્તે રીબીન કાપી શુભારંભ કરવામાં આવ્યો છે. અંદાજીત 2 મહિના સુધી ચાલનારા આ National Consumer Fairમાં 200 પ્રકારની માછલીઓનું એકવેરિયમ, અવનવી રાઈડ અને અન્ય ચીજવસ્તુઓના તેમજ ખાણીપીણીના સ્ટોલ ઉભા કરવામાં આવ્યાં છે.

 

આ અનોખા મનોરંજન મેળાનું ઉદ્ઘાટન કરી પાલિકા ઉપપ્રમુખ દેવલબેન દેસાઈ અને કારોબારી ચેરમેન મનોજ પટેલે આ Fun Fair ના આયોજકોને શુભેચ્છા પાઠવી હતી. તો, વાપીની જનતાને એકવાર આ માછલી ઘરની અને એમ્યુઝમેન્ટ પાર્કની મુલાકાત લેવા અપીલ કરી હતી.

National Consumer fair બેંગ્લોર દ્વારા ઉભા કરેલા આ Fun Fair અંગે મેનેજર સુનિલ નાયરે જણાવ્યું હતું કે, આ વાપીની જનતા માટે નવું નજરાણું છે. આવનારા દિવસોમાં ક્રિસમસ અને નવા વર્ષના ફેસ્ટિવલ, ઉત્તરાયણ જેવા તહેવારોમાં લોકોને ભરપૂર મનોરંજન પૂરું પાડશે. અહીં આ Fun Fair માં ભારતનું સૌથી મોટું Under Water Tunnel Aquarium (માછલીઘર) છે. જેમાં 200 પ્રકારની અલગ અલગ માછલીઓ છે. જે દરેકને રોમાંચિત કરશે.

આ ઉપરાંત અહીં એમ્યુઝમેન્ટ પાર્કમાં મનોરંજન માટેની વિવિધ રાઈડ્સ છે. જેમાં નાના બાળકોથી માંડીને મોટેરાઓ પણ ભરપૂર મનોરંજન મેળવી શકશે. તો, વિવિધ ઘર વપરાશની સાજ શણગારની ચીજવસ્તુઓના અને ખાણીપીણીના સ્ટોલ ઉભા કરવામાં આવ્યાં છે.

વાપીના લોકો માટે માછલી ઘર આકર્ષણનું કેન્દ્ર બનશે. 200 પ્રકારની માછલીઓ માટે વિશેષ માવજત કરવામાં આવે છે. માછલીઓ માટે ઓક્સીઝનની અને ખોરાકની પૂરતી વ્યવસ્થા છે. જેમાં માછલીઓને અપાતો ખોરાક કેરલા, તામિલનાડુ, બંગાળ થી મંગાવવામાં આવે છે. લોકોની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખી સિક્યુરિટી ગાર્ડ, CCTV અને ફાયરની સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *