Sunday, December 22News That Matters

વિદ્યાર્થીઓમાં રહેલી ક્ષમતાને યોગ્ય દિશા આપવા વાપીમાં નંદા એજ્યુકેશન હબ સેન્ટરનો શુભારંભ, ફિંગરપ્રિન્ટ આધારે બાળકોમાં રહેલી ખામીઓ શોધી નિપુણ કરશે

વાપીમાં આવેલ સોનોરસ બિલ્ડિંગમાં નંદા એજ્યુકેશન હબ નામના સેન્ટરનો મંગળવારે શુભારંભ કરવામાં આવ્યો છે. ડૉ. તમન્ના હરેશ નંદા દ્વારા શરૂ કરાયેલ આ સેન્ટરમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે પારંગતતા બક્ષવાનો ઉદ્દેશ્ય છે. જેનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

નંદા એજ્યુકેશન હબ ના ઉદ્ઘાટન પ્રસંગે સેન્ટરના મુખ્ય ટ્રેનર ડૉ. તમન્ના હરેશ નંદાએ જણાવ્યું હતું કે 2010 થી તેઓ એજ્યુકેશન ક્ષેત્રે કાર્યરત છે. અનેક રાજ્યમાં આ અંગે તાલીમી વર્કશોપ યોજી ચુક્યા છે. જેઓના ધ્યાને આવ્યું કે હાલમાં વિદ્યાર્થીઓમાં શિક્ષણને લઈને અનેક સમસ્યાઓ ઊભી થઈ રહી છે. જેમ કે વાંચવાનો ડર, પરીક્ષામાં નાપાસ થવાનો ડર, પરીક્ષા દરમિયાન વાંચેલું યાદ ના રહેવાનો ડર તો આવા માનસિક પ્રોબ્લેમ્સ માટે બાળકોનું મનોચિકિત્સક ઢબે કાઉન્સેલિંગ કરવું જરૂરી છે. જે માટે આ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

આ સેન્ટરમાં વિદ્યાર્થીઓને એજ્યુકેશનલ ટ્રેનિંગ આપવામાં આવશે. 6ઠ્ઠા ધોરણ થી કોલેજ સુધીની વયના કોઈપણ વિદ્યાર્થી આ તાલીમ લઈ શકે છે. સેન્ટરમાં વિદ્યાર્થીઓ માટે માઈન્ડ પાવર, સ્ટુડન્ટ ડેવલપમેન્ટ, ટીચર ટ્રેનીંગ વગેરે તાલીમ પૂરી પાડવામાં આવશે. તેમજ તેને લગતા ખાસ સેમીનાર યોજવામાં આવશે. તો, મહિલાઓ માટે પણ ખાસ કાઉન્સિલિંગ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત આ સેન્ટરમાં વૈજ્ઞાનિક પરીક્ષણ હેઠળ બાળકોમાં રહેલી જન્મજાત ખૂબીઓ અને ખામીઓને શોધી તેની ખામીઓને કઈ રીતે દૂર કરી શકાય તે માટે ખાસ ફિંગરપ્રિન્ટ એનાલિસિસની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાં બાળક ક્યાં ક્ષેત્રમાં નિપુણ છે. ક્યાં ક્ષેત્રમાં તેને નિપુણ કરવાની જરૂર છે. તે અંગે ફિંગર પ્રિન્ટના આધારે તેની એ ખામીઓને ખૂબીઓમાં પરિવર્તિત કરવામાં આવશે.

નંદા એજ્યુકેશન હબે Ubikaa નામની સંસ્થા સાથે ટાઇ-અપ કર્યું છે. આ સંસ્થાના ફાઉન્ડર ડૉ. ભાવિન દેસાઈના હસ્તે સેન્ટરનું ઉદ્ઘાટન કરાવ્યું હતું. ડૉ. ભાવિન દેસાઈએ જણાવ્યું હતું કે, મોટાભાગે બાળકોમાં મોબાઈલ એડિકશન, પરીક્ષાના પ્રશ્નોના જવાબ લખતી વખતે યાદ ના રહેવું, વાંચેલું લખવા સમયે ભૂલી જવું જેવી અનેક સમસ્યાઓ છે. જેને દૂર કરી બાળકોમાં અને યુવાનોમાં બૌદ્ધિક વિકાસ કરવાનું કાર્ય આ સંસ્થા 2003થી કરી રહી છે. યુબીકાના 5 જેટલા દેશોમાં ઓફલાઈન અને ઓનલાઈન સેન્ટર છે. બાળકોમાં ક્ષમતા છે પણ તેનો પૂરો ઉપયોગ નથી થતો જે ક્ષમતાને બહાર લાવવાની દિશામાં તેમની સંસ્થા સતત કાર્યરત છે.

વાપીમાં આ સેન્ટર શરૂ કર્યું છે. એ પહેલાથી વલસાડ જિલ્લામાં અને શાળા કોલેજમાં અનેક સેમિનાર યોજવામાં આવ્યા છે. અને તે આધારે શાળા કોલેજમાં ધાર્યું પરિણામ મેળવી શક્યા છે. વૈજ્ઞાનિક ઢબે અપાતી આ તાલીમ વલસાડ જિલ્લાના બાળકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તેવો વિશ્વાસ ઉપસ્થિત તમામે વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, નંદા એજ્યુકેશન હબ સાથે Ubikaa ઉપરાંત નવરંગ મોન્ટેસરી, DMIT (Dermetoglyphics Multiple Intelligence Test) જેવી સંસ્થાનો સહયોગ સાંપડ્યો છે. આજના આ ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પણ ડો. તમન્ના નંદા ને ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહેવાના અભિનંદન પાઠવ્યા હતાં. સેન્ટરના ઉદઘાટન માં પરિવાર સભ્યો, મિત્રો, સહેલીઓ, spiritual Guru હેમંત પટેલ, નવરંગ મોન્ટેસરી ના MD ચિરાગ પટેલ, Qubaatic Edutech Pvt. Ltd. ના MD જગદીશ પટેલ સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *