Friday, October 18News That Matters

વાપીમાં ટ્રકની કેબિન પર ચડેલા ડ્રાઈવરનો વિજલાઈને લીધો ભોગ, ટ્રાન્સપોર્ટ નગર નહિ હોવાને કારણે આ પહેલા પણ બની છે આવી ઘટનાઓ

વાપી GIDCના VIA ગ્રાઉન્ડ સામે જાહેર માર્ગ પર ટ્રક પાર્ક કરી કેબીન ઉપર કામ અર્થે ચડેલા ડ્રાઈવરને વીજ કરન્ટ લાગતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં અનેક ટ્રાન્સપોર્ટ ની ઓફિસો આવેલી છે. વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આ ટ્રાન્સપોર્ટમાં કામ અર્થે આવતા ટ્રક ચાલકો માટે ટ્રાન્સપોર્ટ નગર બનાવવા સરકારમાં અને GIDC માં અનેક રજૂઆતો કરી ચુક્યા છે. જે હજુ સંતોષાઈ નથી. જેને કારણે જાહેર માર્ગ પર કરાતી ટ્રક પાર્કિંગ દરમ્યાન આવી ઘટનાઓ આ પહેલા પણ બની ચુકી છે.

શનિવારે બનેલી ઘટનાની વિગતો અંગે GIDC પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગત મુજબ જસવીરસિંગ ગુરુદયાલ સિંગ નામનો ટ્રક ચાલક VIA ગ્રાઉન્ડ સામે ટ્રક પાર્ક કરી જરૂરી કામ અર્થે ટ્રકની કેબીન ઉપર ચઢ્યો હતો. જે દરમ્યાન ઉપરથી પસાર થતી વિજલાઈનનો કરન્ટ લાગ્યો હતો. ઘટનામાં ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.
ઘટના બની ત્યારે આસપાસમાં લોકોની અવરજવર હોય તેઓએ ટ્રક ચાલક જસવીરસિંગને બચાવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક વિસ્તારના આગ્રણીઓને, વીજ કંપનીના આધિકારીઓ અને વાપી GIDC પોલીસ તેમજ 108ની ટીમને ઘટનાની જાણ કરી હતી. જે બાદ તમામ ઘટના સ્થળે આવી ટ્રક ચાલક ના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રવાના કર્યો હતો. તેમજ ઘટના અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, વાપી GIDC માં દૈનિક 3 હજારથી વધુ ટ્રકનું આવાગમન થાય છે. આ વિસ્તારમાં અનેક ટ્રાન્સપોર્ટ ની ઓફિસો આવેલી છે. વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આ ટ્રાન્સપોર્ટમાં કામ અર્થે આવતા ટ્રક ચાલકોને સુવિધાજનક પાર્કિંગ મળે તે માટે ટ્રાન્સપોર્ટ નગરની માંગ કરી છે  એસોસિએશન દ્વારા સરકારમાં અને GIDC માં અનેક રજૂઆતો કરી ચુક્યા છે. જે હજુ સંતોષાઈ નથી. જેને કારણે જાહેર માર્ગ પર કરાતા ટ્રક પાર્કિંગ દરમ્યાન આવી ઘટનાઓ આ પહેલા પણ બની ચુકી છે. આ ઘટનામાંથી બોધ લઈ ટ્રાન્સપોર્ટ નગર માટેની કોશિશોને વધુ પ્રબળ બનાવવામાં આવે તે સમયની માંગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *