Friday, October 18News That Matters

વાપીની શિવાલીક હાઇટ્સમાં બહેનોએ માથે ગરબી મૂકીને તો, પુરુષોએ માથે સાફા બાંધી ગરબાની રમઝટ બોલાવી

વાપીના ચલા વિસ્તારમાં આવેલ શિવાલીક હાઇટ્સ સોસાયટીમાં આઠમ ના નોરતાએ નવરાત્રી પર્વની ઉજવણી સાથે પ્રાચીન રાસ ગરબાનો નજારો પ્રસ્તુત કર્યો હતો. સોસાયટીના 300 પરિવારો પૈકી પુરુષોએ માથે સાફા બાંધી ઝભ્ભામાં સજ્જ થઈ ને જ્યારે બહેનોએ ચણીયા ચોળીમાં સજ્જ થઈ માથે ગરબી લઈ ગરબાની રમઝટ બોલાવી હતી.

આ અંગે શિવાલીક હાઇટ્સના માજી પ્રમુખ દિલીપ પાટીલે જણાવ્યું હતું કે નવરાત્રીના નવ દિવસના આયોજન અંતર્ગત આઠમાં દિવસે શિવાલિક હાઈટ્સમાં રહેતા 300 જેટલા પરિવારોએ ઉત્સાહિર નવરાત્રી પર્વની ઉજવણી કરી હતી. જેમાં સોસાયટીના પુરુષો માથે સાફો બાંધી ઝભ્ભામાં સજ થઈ ગરબે રમ્યા હતા. તો બહેનો ચણિયાચોળીમાં સજ થઈ માથે ગરીબી મૂકી ગરબે રમી હતી.

 

શિવાલિક હાઈટ્સના પ્રમુખ હેમંત સોનવણેએ જણાવ્યું હતું કે અમે શિવાલિક હાઈટ્સમાં 12 વર્ષથી નવરાત્રી મહોત્સવનું આયોજન કરીએ છીએ. જેમાં દરેક પરિવાર ઉત્સાહભેર માતાજીની આરાધના કરે છે. 300 પરિવારો માતાજીની ઉપાસના સાથે ગરબે રમે છે. અહીં દરેક તહેવાર પરંપરાગત આયોજન સાથે ઉજવવામાં આવે છે. નવરાત્રી નિમિત્તે આઠમાં નોરતે હોમ-હવન કર્યું હતું. રાત્રે સોસાયટીના તમામ સભ્યો ઉત્સાહભેર ગરબા રમ્યા હતાં.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *