હાલમાં સમગ્ર દેશમાં ચાલી રહેલ સફાઈ અભિયાનમાં વલસાડ જિલ્લા વહીવટી તંત્ર મેગા અભિયાનનો રેકોર્ડ સ્થાપિત કરવા જઈ રહ્યું છે. આગામી 2જી ઓક્ટોબરે યોજાનારા આ સફાઈ અભિયાનમાં વાપી GIDC સહિતની તમામ GIDC માં પણ દરેક ઉદ્યોગકાર તેમના એકમમાં, એકમો આસપાસ કર્મચારીઓ સાથે મળી સફાઈ અભિયાનમાં જોડાઈ વલસાડ જિલ્લાનું નામ રોશન કરવાના છે. આ અભિયાનમાં ઉદ્યોગકારો ને જોડાવા વલસાડ કલેકટરે વિશેષ અપીલ કરતા તેને દરેક ઉદ્યોગકારોએ વધાવી લીધી છે.વાપીમાં આવેલ જ્ઞાનધામ શાળાના હોલમાં વાપી ગ્રીન એન્વાયરો લિમિટેડ (VGEL)ની એન્યુઅલ જનરલ મિટિંગ (AGM)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત રહેલા વલસાડ જિલ્લા કલેકટરે દરેક ઉદ્યોગકારો ને જિલ્લાના મેગા સફાઈ અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી. આ અપીલ અંતર્ગત મિટિંગમાં વિશેષ ઉપસ્થિત રહેલ રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વહીવટીતંત્ર દ્વારા યોજાનારા મેગા સફાઈ અભિયાનમાં GIDC ના દરેક સેકટર જેવા કે ફાર્માસ્યુટિકલ, એન્જીનીયરિંગ, પ્લાસ્ટિક, કેમિકલ ઝોનના એકમો તેમાં CSR એક્ટિવિટી અંતર્ગત સહભાગી થાય, 2જી ઓક્ટોબરે હાથ ધરાનાર આ અભિયાન અંતર્ગત 1લી ઓક્ટોબરે દરેક ઉદ્યોગકારો પોતાના એકમો આસપાસ જમા થયેલ કચરાના ફોટો વિડિઓ બનાવે તે બાદ બીજી ઓક્ટોબરે સફાઈ અભિયાનમાં જોડાઈ તે સફાઈ કરેલા ફોટો વિડિઓ જિલ્લા વહીવટીતંત્ર ને મોકલે અને આ સફાઈ અભિયાનમાં સંપૂર્ણ સહકાર આપે.સફાઈ અભિયાન અંગે વલસાડ જિલ્લા કલેકટર નૈમેશ દવેએ જણાવ્યું હતું કે, સ્વચ્છતા ત્યાં પ્રભુતા એ ઉક્તિને આપણે સૌ જાણીએ છીએ. સ્વચ્છતા એ આપણા જીવનનો એક ભાગ છે. જેને દરેકે અપનાવો જોઈએ. જિલ્લા વહીવટી તંત્ર એ આ વખતે મેગા સફાઈ અભિયાનનું આયોજન કર્યું છે. બીજી ઓક્ટોબરે વલસાડ જિલ્લાની તમામ નગરપાલિકા વિસ્તાર, તમામ ગ્રામ પંચાયતમાં લોકો મોટી સંખ્યામાં સફાઈ અભિયાનમાં જોડાઈ તેવી અપીલ કરી છે. જેના ભાગરૂપે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન VGEL ની મળેલ AGM માં પણ દરેક ઉદ્યોગકારને અપીલ કરવામાં આવી છે કે, આપ સૌ પણ આપના એકમોમાં, એકમોની આસપાસ અને પોતાના ઘર આસપાસ સફાઈ અભિયાન કરી આ અભિયાનમાં જોડાઈ. આ અભિયાનમાં જોડાવાથી વલસાડ જિલ્લાને સ્વચ્છ સુંદર બનાવવામાં પોતાનું યોગદાન આપી શકશે તેમની આ અપીલને દરેક ઉદ્યોગકારોએ વધાવી લીધી છે.
This was beautiful Admin. Thank you for your reflections.