Monday, January 13News That Matters

Affordable Education with Vision સાથે કાર્યરત સંસ્કાર વિદ્યાપીઠનાં Annual Day Celebrationમાં ‘Navras’ ની થીમ પર વિદ્યાર્થીઓ નાટ્યશાસ્ત્રના નવરસની પ્રસ્તુતિ કરી

શૃંગાર/Love, ભયાનક/Fear, રૌદ્ર/Fury, કરુણ/Compassion, અદભુત/Wonder, હાસ્ય/Laughter, બીભત્સ/Disgust, શાંત/Peace, વીર/Heroic આ નાટ્યશાસ્ત્રના નવ રસ છે. જેના મહત્વથી વિદ્યાર્થીઓ, વાલીઓ પરિચિત થાય એવા ઉદ્દેશથી વાપીના છરવાડા સ્થિત Manju Dayama Memorial Trust સંચાલિત સંસ્કાર વિદ્યાપીઠમાં Navras થીમ હેઠળ 15મો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ અદભુત પ્રસ્તુતિ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતાં. 

શનિવારે 11મી જાન્યુઆરીએ સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજ હોલ ખાતે છરવાડા સ્થિત Sanskar Vidyapeeth દ્વારા 15th Annual Day Celebration યોજાયું હતું. જેમાં શાળાના 380 જેટલા વિદ્યાર્થીઓએ Navras ની થીમ હેઠળ નાટ્યશાસ્ત્રના નવ રસ પ્રસ્તુત કર્યા હતાં.

આ પ્રસંગે Manju Dayama Memorial Trust સંચાલિત આ શાળાના ચેરમેન B. K. Dayama એ જણાવ્યું હતું કે, વાર્ષિક ઉત્સવ એ શાળાની આખા વર્ષની ગતિવિધિઓ પરનું પ્રતિબિંબ છે. આ દિવસ બાળકોમાં રહેલી પ્રતિભાઓ, સંસ્કાર અને અભ્યાસ દરમ્યાન તેઓ શુ શીખ્યા છે તેની જાણકારી આપવાનો દિવસ છે.

સ્વ. મંજુ દાયમાં હંમેશા શિક્ષણ પ્રત્યે જાગૃત હતાં. તેઓ એક સારા શૈક્ષણિક સંકુલના આગ્રહી હતાં. જેથી તેમની સ્મૃતિમાં સંસ્કાર વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી છે. જેમાં જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. 15 વર્ષથી ચાલતી આ શાળામાં ધોરણ 1 થી 8 સુધીના 500 બાળકો અભ્યાસ કરે છે. જે પૈકીના 380 જેટલા બાળકોએ આ વાર્ષિક ઉત્સવમાં ભાગ લઈ નવરસની થીમ હેઠળ પોતાનામાં રહેલી પ્રતિભાના દર્શન કરાવ્યાં હતાં.

Affordable Education and Education with Vision ના ઉદેશ્ય સાથે ચાલતી આ એક એવી શાળા છે. જેમાં પિતા વિહીન બાળકોને મફતમાં શિક્ષણ આપવામાં આવે છે. તેમજ સ્કૂલ ડ્રેસ, પાઠ્યપુસ્તકો પણ નિઃશુલ્ક પુરા પાડવામાં આવે છે. દરેકના જીવનમાં નવરસ નો ખુબ જ મહિમા છે. જેનો પરિચય કરાવવાનો આ ઉત્સવ હતો.

આ પ્રસંગે શાળા જે ટ્રસ્ટ સંચાલિત છે તે ટ્રસ્ટના સેક્રેટરી વિઠ્ઠલ પટેલે જણાવ્યું હતું કે, સંસ્કાર વિદ્યાપીઠ સ્વ. મંજુબેન દાયમા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે. જેવો સામાજિક, રાજકીય આગેવાન હતા. શિક્ષણ પ્રત્યે તેમને ખૂબ જ દિલચસ્પી હતી. જેથી આ શાળા શરૂ કરવામાં આવી હતી. છેલ્લા 15 વર્ષથી શાળા કાર્યરત છે. અહીં શિક્ષણ મેળવી અનેક વિદ્યાર્થીઓ પોતાની કેરિયર બનાવી ચૂક્યા છે. ત્યારે, આ 15માં વાર્ષિક ઉત્સવમાં નવરસના માધ્યમથી દરેકના જીવનમાં તેનું કેટલું મહત્વ છે. તેની પ્રતીતિ કરાવી જીવન જીવવાનો અનોખો સંદેશ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ વાર્ષિક ઉત્સવ નિમિત્તે શાળાના પ્રિન્સિપાલ માધુરી તિવારી સહિત તમામ શિક્ષિકા બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી. શાળાના વાર્ષિક ઉત્સવમાં શિક્ષણ જગતના માધાંતાઓ, વિદ્યાર્થીઓ, વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમની સામે શાળાની શિક્ષિકાઓએ આ શાળા તેમના માટે માત્ર શિક્ષણનું પ્રોફેશન નહીં પરંતુ પેશન છે તેવી પ્રતીતિ કરાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *