Friday, October 18News That Matters

તસવીરમાં દેખાતા આ બાળક અંગે કોઈ જાણકારી મળે તો રેલવે સ્ટેશન વાપી ખાતે જાણકારી આપવા રેલવે પોલીસની અપીલ…!

નામ :- હિતેષ ઉંમર 2 વર્ષ, પિતાનું નામ નરેશ રમેશ ધીડિયા પટેલ, રહેવાસી :- હાલ વલસાડ રેલ્વે સ્ટેશન બહાર આવેલ ફુટપાથ ઉપર તથા એસ ટી ડેપોની બાજુમાં ખુલ્લી જગ્યામાં મુળ રહેવાસી સોળસુંબા, નવીનગરી, અંબામાતાના મંદીરની પાછળ, ઉમરગામ. રંગે શ્યામ વર્ણ, પાતળો બાંધો, જેના ડાબા પગમાં ટચલી આંગળીની બાજુમાં એક વધારાની આંગળી છે. પીળા કલરનું ટીશર્ટ પહેરેલ હતુ તેમજ નીચે કંઈપણ પહેરેલ નથી, જેના ગળામાં તાવીજ તથા જમણા હાથમાં દરગાહનું તાંબાનું કડું પહરેલ છે.

આ વર્ણન વાળો બાળક ટ્રેનમાંથી ગુમ થયો હોય અથવા કોઈ વ્યક્તિ અપહરણ કરી ગઈ હોવાની ફરિયાદ વાપી રેલવે સ્ટેશને નોંધાતા આ બાળક અંગે રેલવે પોલીસને જાણકારી આપવા રેલવે પોલીસ સ્ટેશનના PSI જી. એચ. પઢિયાર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.

રેલવે પોલીસે આપેલી અખબારી યાદી મુજબ વાપી રેલ્વે પોલીસ સ્ટેશનને આઇ.પી.સી કલમ.363 મુજબના ગુન્હાના કામે ફરિયાદી નરેશભાઈ રમેશભાઈ ધોળીયા પટેલ, જેઓ પોતાના બે વર્ષના દિકરા નામે હિતેષ સાથે ઉમરગામી વલસાડ જવા સારૂ વિરાર-વલસાડ પેસેન્જર ટ્રેનના પાછળના ચોથા જનરલ કોચમાં બેસી મુસાફરી કરતા દરમ્યાન 2 વાગ્યે બપોરે વાપી રેલવે સ્ટેશનથી ટ્રેન ઉપડતા ફરિયાદી સુઇ ગયેલ અને સવા બે વાગ્યે ઉદવાડા રેલવે સ્ટેશન આવતા ઊંઘમાંથી જાગી ને જોતા પોતાના કાયદેસરના વાલીપણામાથી તેમના દિકરા નામે હિતેષનું કોઇ અજાણી વ્યક્તિ અપહરણ કરી લઇ ગયું હોવાનું જાણી ફરિયાદ નોંધાવી છે. જે ભોગ બનનાર બાળકની તપાસ કરવા જાહેર જનતાને અપીલ કરી છે.

ભોગ બનનાર બાળકનું વર્ણન:-

હિતેષ ઉવ.2 ના આશરાનો, રંગે શ્યામ વર્ણ, પાતળો બાંધો, જેના ડાબા પગમાં ટચલી આંગળીની બાજુમાં એક વધારાની આંગળી છે. જેણે પીળા કલરનું ટીશર્ટ પહેરેલ હતુ તેમજ નીચે કંઈપણ પહેરેલ નથી, જેના ગળામાં તાવીજ તથા જમણા હાથમાં દરગાહનું તાંબાનું કડું પહરેલ છે. આ બાળકની કોઈ ને પણ જાણકારી મળે તો વાપી રેલ્વે પોલીસ સ્ટેશન ફોન નં.9913542511 તેમજ વાપી રેલવે પોલીસ સ્ટેશનના PSI જી.એચ પઢિયારના મોબાઈલ નંબર 9825909182 પર જાણકારી આપવા અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *