Wednesday, February 5News That Matters

વાપીમાં VIA અને DISH દ્વારા સેફ્ટી વીક સેલિબ્રેશનના ભાગરૂપે “હેલ્થ એન્ડ સેફ્ટી ટ્રેનિંગ વર્કશોપ” નું આયોજન કરવામાં આવ્યું

9 માર્ચ 2024ના સેન્ટર ઓફ એક્સલન્સ (COE) – વાપી ખાતે VIA અને DISH દ્વારા સેફ્ટી વીક સેલિબ્રેશનના ભાગરૂપે “હેલ્થ એન્ડ સેફ્ટી ટ્રેનિંગ વર્કશોપ” નું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA) ઉદ્યોગોના કામદારો અને કર્મચારીઓમાં આરોગ્ય અને સલામતી અંગે જાગૃતિ લાવવા માટે અવિરતપણે કામ થઇ રહ્યું છે જેથી ઉદ્યોગોમાં થતાં અકસ્માતોને ઘટાડી શકાય. VIA દ્વારા આ પ્રયાસના ભાગરૂપે અસંખ્ય તાલીમ અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને વાપી ઔદ્યોગિક વસાહતને ઝીરો એક્સિડન્ટ એસ્ટેટ બનાવવા માટે સેફ્ટી એલર્ટ પ્રોગ્રામના બેનર હેઠળ ઘણી ઇવેન્ટ્સ પણ હાથ ધરવામાં આવી છે અને આ મિશનના ભાગરૂપે VIA અને વાપી ગ્રીન એન્વાયરો લિ. (VGEL) દ્વારા ડીસ્ટ્રીકટ ઇન્ડસ્ટ્રીઅલ હેલ્થ એન્ડ સેફટી (DISH) – વલસાડના સહયોગથી, શિવાંશ OHSEQ કન્સલ્ટન્સી – નવસારી સાથે સંપૂર્ણ વર્ષ દરમિયાન ફેક્ટરી એક્ટ AAA 1 પર આરોગ્ય અને સલામતી તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવશે.

VIA ના પ્રમુખ સતિષ પટેલે તેમના સ્વાગત પ્રવચન દરમિયાન ઈન્ડસ્ટ્રીઝ મેમ્બર્સ વતી કનુભાઈ દેસાઈનું સ્વાગત કર્યું હતું. એમની મદદથી વાપી ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરની સ્થાપનાની સાથે અન્ય માળખાકીય પ્રોજેક્ટો જેવા કે ડીપ-સી પાઇપલાઇન પ્રોજેક્ટ, ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા CSR ફંડની માતબર રકમ મુક્તિધામને આપવામાં આવી, તેમના અથાગ પ્રયાસો થકી ઇરીગેશન દરમાં દર વર્ષે 10% ની જગ્યાએ ફક્ત 3% નો વધારો થશે જેથી પાણીના દરમાં ઘટાડો શક્ય બન્યો તથા વાપી ખાતે રીવર ફ્રન્ટ બનાવવા 105 કરોડની માતબર રકમ ફાળવવામાં આવી તે માટે તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો, ત્યારબાદ તેમણે તમામ ઇન્ડસ્ટ્રીઝ સભ્યોને અકસ્માતો અટકાવવા માટે જરૂરી પગલાં લેવા અને તેમની ફેક્ટરી પરિસરમાં કોઈપણ અકસ્માતના કિસ્સામાં નુકસાન ઘટાડવાની તૈયારી જાળવવા વિનંતી કરી.

કનુભાઈ દેસાઈએ ઉપસ્થિતોને તેમના સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે વીઆઈએ અને તેની ટીમે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરની સ્થાપના માટે સતત પ્રયાસો કર્યા છે અને તેમના નિયમિત ફોલોઅપથી ખૂબ જ ટૂંક સમયમાં વલસાડ જિલ્લા માટે ગુજરાત સરકારની આર્થિક સહાયથી વાપી ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે. ત્યારબાદ તેમણે કહ્યું કે એસ્ટેટના ઉદ્યોગો અને વેપારી સભ્યો પર્યાવરણીય કાયદાઓ અને નિયમોનું પાલન કરવા માટે અત્યંત કાળજી લઈ રહ્યા છે, ઉપરાંત તેમણે જણાવ્યું કે ઉદ્યોગો દ્વારા આરોગ્ય અને સલામતીનાં પગલાં માટે થઇ રહેલ પ્રયાસો ચોક્કસપણે અકસ્માતોની સંખ્યામાં ઘટાડો કરશે. તેમણે હાજર તમામને તેમના ફેક્ટરી પરિસરમાં ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રોત્સાહિત કર્યા.

DISH Valsad ના ડેપ્યુટી ડાયરેક્ટર એમ.સી.ગોહિલે આરોગ્ય અને સલામતી તાલીમની જરૂરિયાત અને અકસ્માતોને રોકવા માટે કોઈ પણ આકસ્મિક ઘટનાઓ માટે તૈયાર રહેવાની આવશ્યકતા સમજાવી હતી.

આ વર્કશોપમાં VIA ના એડવાઈઝરી બોર્ડ મેમ્બર્સ એ.કે.શાહ, યોગેશ કાબરિયા, મિલન દેસાઈ અને શિરીષ દેસાઈ, પ્રકાશ ભદ્રા, VIA ના પૂર્વ પ્રમુખ કમલેશ પટેલ, DISH Valsad ના આસિસ્ટન્ટ ડાયરેક્ટર આર. બી. મકવાણા અને એન.કે.પટેલ, સરીગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન (SIA) ના ભૂતપૂર્વ પ્રમુખ કમલેશ ભટ્ટ અને ભૂતપૂર્વ માનદમંત્રી કૌશિક પટેલ, મોરાઈ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન (MIA) ના પ્રમુખ ગૌતમ શાહ, વાપી નોટિફાઈડ એરિયા ગવર્નિંગ બોર્ડના ચેરમેન હેમંત પટેલ, VGEL ના સી.ઈ.ઓ. જતીન મહેતા અને જી.એમ. કિરણ હંસોરા, VIA ના સભ્યો, કમિટીના સભ્યો અને ઉદ્યોગોના સેફ્ટી મેનેજર અને સેફ્ટી ઓફિસર્સ સહિત વિવિધ ઉદ્યોગોના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. VIA ના માનદમંત્રી કલ્પેશ વોરાએ તમામ મહાનુભાવો, મહેમાનો અને સહભાગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *