Friday, October 18News That Matters

વાપી રોટરી કલબના નવા પ્રમુખ તરીકે હાર્દિક શાહની નિમણૂક કરાઈ, રાજ્યના નાણાપ્રધાન સહિત રોટરી સભ્યો, આગેવાનો રહ્યા ઉપસ્થિત

વાપીમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ રોટરી ક્લબ ઓફ વાપીના નવા પ્રમુખ તરીકે હાર્દિક શાહ ની વરણી કરવામાં આવી છે. સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતી આ સામાજિક સંસ્થા દ્વારા આવનારા એક વર્ષમાં 5 હજાર બ્લડ યુનિટ કલેક્શન, CPR ટ્રેનિંગ, મેન્ટલ અવેરનેસ ના પ્રોજેકટ અને સર્વાઈકલ કેન્સર માટે ની અવેરનેસ ડ્રાઇવ યોજવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. તો, આગામી વર્ષ દરમ્યાન હરિયા રોટરી હોસ્પિટલના નવા પ્રૉજેક્ટ કેન્સરકેર સેન્ટર, આર્ટિફિશ્યલ લીંબ પ્રોજેકટ અને અંધત્ત્વ નિવારણ માટે ના પ્રોજેકટ જેવા કાર્યો પૂર્ણ કરવાની નેમ વ્યક્ત કરી હતી.વાપીમાં વિદા ક્લબ ના હોલમાં રોટરી ક્લબ ઓફ વાપીના સભ્યો, કેબિનેટ મંત્રી રોટેરિયન કનુભાઈ દેસાઇ, પદ્મ ભૂષણ રાજુભાઇ શ્રોફ , પાસ્ટ રોટરી ઈન્ટરનેશન પ્રેસિડેન્ટ કલ્યાણ બેનરજી, ડિસ્ટ્રીકટ ગવર્નર તુષાર શાહ અને નેહલ શાહ ની ઉપસ્થિતિમાં શનિવારે નવા પ્રમુખ તરીકે હાર્દિક શાહ ની વરણીની કરવામાં આવી હતી. આ પ્રસંગે ડિસ્ટ્રીકટ ગવર્નર તુષાર શાહ એ જણાવ્યું હતું કે રોટરી ક્લબ માં દર વર્ષે નવા પ્રમુખની નિમણૂક કરવામાં આવે છે. જે નિયમ મુજબ આજથી એક વર્ષ માટે નવા પ્રમુખ તરીકે હાર્દિક શાહ અને સેક્રેટરી જીગર પટેલ ની  નિમણૂક કરવામાં આવી છે.આ પ્રસંગે કનુભાઈ દેસાઈ એ જણાવ્યું કે રોટરી ક્લબ ઓફ વાપી ની દરેક ટીમ સારૂ કામ કરે છે અને ક્લાઈમેટ ચેન્જ અને પર્યાવરણ ને સુધારવા વૃક્ષારોપણ ની સાથે સફાઈ અભિયાન જેવા પ્રોજેક્ટ્સમાં સહયોગ આપે છે.કલ્યાણ ભાઈ દ્વારા જેમ હાર્દિક પંડ્યા ટી-20 વર્લ્ડ કપ મા પર્ફોમ કરીને ભારતીય ટીમ ને જીતાડી તેમ રોટરી ક્લબ ઓફ વાપી ના નવા પ્રમુખ હાર્દિક શાહ પણ ક્લબ ને નવી ઊંચાઈ એ લઈ જશે અને રોટરી ડિસ્ટ્રિક્ટ 3060 તથા રોટરી ઇન્ટરનેશનલ મા વાપી નું નામ રોશન કરશે એવી ખાતરી આપી.

પદ્મ ભૂષણ રજ્જુ ભાઈ શ્રોફ દ્વારા તેમના અને UPL પરિવાર દ્વારા સદાય સાથ અને સહકાર મળતો રહેશે. વલસાડ ડિસ્ટ્રિક્ટ ની પહેલી યુનિવર્સિટી રજૂભાઈ શ્રોફ રોફેલ યુનિવર્સિટીનો ચિતાર આપી ને નવી ટીમ ને આશીર્વાદ આપ્યાં.

પ્રમુખ પદ નિમણૂક સેરેમની કાર્યક્રમમાં રોટરી કલબના પાસ્ટ પ્રેસિડેન્ટ્સ કૃષિત શાહ, વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના પ્રમુખ સતીશ પટેલ, સેક્રેટરી કલ્પેશ વોરા, વાપી નોટીફાઇડ પ્રમુક હેમંત પટેલ, વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશ  ના એડવાઈજરી બોર્ડ ના મિલન દેસાઈ, રાજનીશ આનંદ, કલ્પેશ ભાઈ શાહ, પ્રકાશ ભદ્રા ,આસિસ્ટન્ટ ગવર્નર નિલેશ પારેખ, પાસ્ટ ડિસ્ટ્રીક્ટ ગવર્નર આશિષ રોય, રુચિર જાની, વાપીના જાણીતા ઉદ્યોગપતિઓમાં કલ્પેશ ભાઈ શાહ, જગદીશ ભાઈ ભરૂચી, હર્ષદ ભાઈ, કેતન ઠક્કર, બકુલ પારેખ, રોફેલ કૉલેજ ના પ્રાધ્યાપકો, હરિયા રોટરી હોસ્પિટલ ના ડોક્ટરો, રોટરેક્ટ ક્લબ ઓફ વાપી અને ઇન્ટરેક્ટ ક્લબ ઓફ વાપી ના સભ્યો, ઈનરવ્હીલ કલબ ના સભ્યો, તથા રોટરી ક્લબ ઓફ વાપી ના તમામ સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. તમામે નવા પ્રમુખ તરીકે નિમણૂક પામેલા હાર્દિક શાહ અને તેમની ટીમ ને શુભેચ્છા આપી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *