વાપીમાં ચલા સ્થિત ભાઠેલાં પાર્ટી પ્લોટ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીજી ઇવેન્ટ દ્વારા રાસ રમઝટ સિઝન-8 શરદ પૂર્ણિમા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 20મી ઓક્ટોબર રવિવારના દિવસે આ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતની જાણીતી ગરબા ક્વિન કૈરાવી બુચ પ્રથમ વખત વાપીમાં આવી ગરબા શોખીનોને ગરબે રમાડશે. જે અંગે શ્રીજી ઇવેન્ટના આયોજક સમીર પટેલે જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ શરદ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વખતે વાપીના ખેલૈયાઓને ગરબે રમાડવા ગુજરાતની જાણીતી ગરબા સિંગર કૈરાવી બુચ વાપીમાં આવશે. 20મી ઓક્ટોબર રવિવારે સાંજે આયોજિત આ ઇવેન્ટ વાપીના ચલા ખાતે આવેલ ભાઠેલા પાર્ટી પ્લોટમાં છે. રાસ રમઝટ સિઝન 8-2024 ગરબા કાર્યક્રમ શ્રીજી ઇવેન્ટ દ્વારા આયોજિત કરવામાં આવી છે. હાલ વરસાદી સીઝન હોય ગરબાના આ આયોજન દરમ્યાન વરસાદને ધ્યાનમાં રાખી વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ગરબા સિંગર કૈરાવી બુચ સાથે અધ્યતન સાઉન્ડ સિસ્ટમની પણ વ્યવસ્થા હોય ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમશે. જે માટે વાપીના 30 થી વધુ ગરબા ખેલૈયા ગ્રુપે અત્યાર સુધીમાં પોતાનું બુકિંગ કરી લીધું છે. આ ઇવેન્ટ વાપીના આ અલગ અલગ ગરબા ગ્રુપના ખેલૈયાઓના આગ્રહથી આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ વાપીના દરેક ગરબા શોખીનો ઉઠાવે તેવી અપીલ સમીર પટેલ દ્વારા કરવામાં આવી છે.ગરબા સ્થળે વહીવટી તંત્રના તમામ નિયમોનું પાલન કરવામાં આવશે અને અંદાજિત 2000થી વધુ લોકો ગરબા રમી શકે તેવા આયોજન સાથે આ ગરબા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગરબા ક્વિન કૈરાવી બુચ પ્રથમ વખત વાપીમાં આવી રહ્યા છે. ત્યારે, આ શ્રીજી ઇવેન્ટના આયોજક એવા સમીર પટેલ દ્વારા ઇવેન્ટને સફળ બનાવવા સંપૂર્ણ વ્યવસ્થાને આખરી ઓપ અપાઈ રહ્યો છે. વરસાદી માહોલમાં પણ ખેલૈયાઓને ગરબે રામાંડશે એવો વિશ્વાસ વ્યક્ત કયો છે. તો, ગરબાના આ ભવ્ય આયોજનમાં મહાનુભાવોને પણ આમંત્રિત કરી તેમના હસ્તે રાસ-ગરબામાં ઉત્તમ પર્ફોમન્સ આપનાર ખેલૈયાઓનું સન્માન કરશે. આ આયોજનને સફળ બનાવવા સ્પોન્સર્સ દ્વારા પણ ઉત્સાહભેર સહકાર આપવામાં આવ્યો છે.