Friday, January 31News That Matters

વાપીના ચણોદ વિસ્તારમાંથી SOG એ કુટણખાનુ ચલાવતી મહિલા અને એક ગ્રાહકને ઝડપી પાડી ₹ 98,300નો મુદ્દામાલ ઝપ્ત કર્યો

વાપી SOG ની ટીમે ચણોદમાં આવેલ એપાર્ટમેન્ટના ફલેટમાં રેઇડ કરી હતી. જેમાં ફ્લેટમાં કુટણખાનું ચલાવતી વંદના ઉર્ફે તાઇ ઇશ્વર હરીગીર બાવાને ઝડપી લઈ વેશ્યાગીરીનો ધંધો કરવા લોભામણી લાલચ આપી બોલાવેલ બે સ્ત્રીઓને દેહવ્યાપારની પ્રવૃતિમાંથી મુક્ત કરાવી છે. જ્યારે કુટણખાનામાં આવેલા ગ્રાહક અલીહુસૈન તસવરહુસૈનને ઝડપી 27,800ની રોકડ, 20,500નો મોબાઈલ, 50 હજારનું વાહન, ગર્ભનિરોધકના પેકેટો મળી કુલ રૂપિયા 98,300નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓને વધુ તપાસ માટે ડુંગરા પોલીસના હવાલે કર્યા છે.

ચકચાર જગાવતી આ ઘટના અંગે SOG એ આપેલી અખબારી યાદીમાં જણાવ્યું છે કે PSI એન.સી.સગરને બાતમી મળી હતી કે, ડુંગરા પો.સ્ટે.ના ચણોદ, અમરનગર, મહાદેવ એપાર્ટમેન્ટના ફલેટ નં.બી-106 માં રહેતી વંદના ઉર્ફે તાઇ ઇશ્વર હરીગીર બાવા મૂળ રહેવાસી નંદુરબાર, મહારાષ્ટ્રવાળી પોતાના ફ્લેટમાં કુટણખાનું ચલાવે છે. આ મહિલા પોતાના આર્થિક લાભ માટે વેશ્યાગીરીનો ધંધો કરવા બે સ્ત્રીઓને કામ કરવાના બહાને રૂમ પર લાવી છે. જેઓને લોભામણી લાલચ આપી શારિરીક શોષણ કરી દેહવ્યાપારની પ્રવૃતિ કરાવડાવે છે.

જે બાતમી આધારે SOG ની ટીમે રેઇડ કરી હતી જેમાં કુંટણખાનું ચલાવતી મહિલા વંદનાને અને ગ્રાહક તરીકે આવેલા અલીહુસૈન તસવરહુસૈનને ઝડપી પાડ્યા હતાં. જેની અંગઝડતીમાં 27,800 રૂપિયા રોકડા, 20,500નો મોબાઈલ, 50 હજારનું બાઇક તથા ગર્ભનિરોધકના પેકેટો મળી કુલે 98,300 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ માટે ડુંગરા પો.સ્ટે.ના હવાલે કરતા આગળની વધુ તપાસ ડુંગરા પોલીસ ચલાવી રહી છે. તો, ચણોદ ગામમાં આવેલ મહાદેવ એપાર્ટમેન્ટમાં ચાલતા કુટણખાના પર SOG ની રેઇડ દરમ્યાન કુટણખાનામાં લોહીનો વેપાર કરાવતી મહિલાની ચુંગાલમા ફસાયેલ બે મહિલાઓને SOG ની ટીમે મુક્ત કરાવી હતી.

ઉલ્લેખનીય છે કે, SOG ની ટીમેં બી.એન.દવે નાયબ પોલીસ અધિક્ષક, વાપી વિભાગ, વાપી તથા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ વલસાડના પોલીસ ઇન્સ્પેકટર જે.એન.ગોસ્વામી તથા પો.સ.ઇ એન.સી.સગર તથા એસ.ઓ.જી.સ્ટાફના એ.એસ.આઇ વિક્રમભાઇ મનુભાઇ તથા એ.એસ.આઇ સયદભાઇ બાબનભાઇ તથા અ.હે.કો અશોક રમાશંકર તથા હે.કો દિપકસિંહ બાપુસિંહ તથા પો.કો અરશદ યુસુફભાઇ તથા પો.કો સમ્રાટ ભુદરભાઇ તથા વાપી જી.આઇ.ડી.સી પો.સ્ટે.ના વુમન પો.કો ધરતીબેન અરવિંદભાઇ દ્વારા પોલીસ મહાનિરીક્ષક વી.ચન્દ્રસેકર સુરત તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ,કરનરાજ વાઘેલાએ જીલ્લામાં આવેલ સ્પા/કોમર્શિયલ/ રેસીડન્ટ બિલ્ડીંગ હોટલમાં ચાલતી અનૈતિક પ્રવૃતિને રોકવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ટીમવર્કથી કામગીરી કરી મહત્વની સફળતા મેળવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *