Friday, January 31News That Matters

વાપી ચાર રસ્તા ખાતે નગરપાલિકા નિર્મિત ભગવાન પરશુરામની પ્રતિમાનું નાણામંત્રીના હસ્તે અનાવરણ

વાપીથી તાપીની ભૂમિને પરશુરામ ની ભૂમિ માનવામાં આવે છે. જેનો એહસાસ વાપીના નગરજનોને થતો રહે, વાપીથી મુંબઈ તરફ કે સુરત તરફ જતા-આવતા વાહનચાલકો પણ એ અંગે માહિતગાર થાય તેવો ઉદેશ્ય વાપી નગરપાલિકાએ સેવ્યો હતો. જે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વના દિવસે સાર્થક થયો હતો. વાપીમાં નેશનલ હાઇવે ચાર રસ્તા ખાતે વાપી નગરપાલિકાના પ્રયાસથી ભગવાન પરશુરામની ભવ્ય પ્રતિમાનું રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું.

વાપી ચાર રસ્તા ખાતે વાપી સેલવાસ માર્ગ પર વર્ષોથી એક જૂનું સર્કલ હતું. જેનું વાપી નગરપાલિકા દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું હતું. જે બાદ દાતાના સહયોગમાં ભગવાન પરશુરામની મનમોહક પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. ગોવિંદા કોમ્પ્લેક્ષ નજીક તૈયાર કરેલ સર્કલમાં ભગવાન પરશુરામની પ્રતિમા સ્થાપિત કર્યા બાદ તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. જેઓનું નગરપાલિકાના પ્રમુખ કાશ્મીરા શાહ, ઉપપ્રમુખ અભય શાહ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

તો, ભગવાન પરશુરામ હિન્દુ ધર્મમાં અસ્થાના પ્રતીક હોય પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં VIA પ્રમુખ સતીશ પટેલ, પાલિકા કારોબારી ચેરમેન મિતેશ દેસાઈ, નોટિફાઇડ ચેરમેન હેમંત પટેલ, માજી પ્રમુખ કમલેશ પટેલ, નગરપાલિકાના વિવિધ વોર્ડના સભ્યો, હિન્દૂ સંગઠનના સંપૂર્ણાંનંદ, પપ્પુ તિવારી, ઉદ્યોગપતિ સિરિષ દેસાઈ, કુંજલ શાહ, રજનીશ આનંદ, વાપી DySP બી. એન. દવે, ટાઉન PI સી. બી. ચૌધરી, GIDC PI વી. જી. ભરવાડ, વરિષ્ઠ પત્રકાર મુકેશ દેસાઈ સહિતના અગેવાનોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં વાપી શહેર, વાપી નોટિફાઇડના નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં. તમામનું મીઠું મોઢું કરાવવામાં આવ્યું હતું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *