વાપી નજીક ડુંગરા પ્રાથમિક શાળામાં છેલ્લા 27 વર્ષથી શિક્ષિકા તરીકે ફરજ બજાવતા મુખ્ય શિક્ષિકા ચારુલતાબેન પટેલ વય મર્યાદાને કારણે નિવૃત થતા તેમનો ભવ્ય વિદાય સમારોહ યોજાયો હતો, આ પ્રસંગે શાળા શિક્ષકો અને ચારુલતાબેનના માર્ગદર્શનમાં શિક્ષા મેળવનાર ગામના નાગરિકોએ તેમના વિદ્યાર્થી કાળના ચારુલતાબેન સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા, અને તેમનું સાલ ઓઢાડીને, સન્માન પત્ર આપીને તેમજ યાદગીરીરૂપી મોમેન્ટો ભેંટ આપી ભવ્ય વિદાય આપી હતી.શાળાના પટાંગણમાં યોજાયેલ આ વિદાય સમારોહ શાળાના આચાર્ય ચારુલતાબેન પટેલના પતિ દીપકભાઈ પટેલ દ્વારા શાળાના શિક્ષકોના સહકારથી યોજવમાં આવ્યો હતો. જેમાં ઉમરગામ વિધાનસભાના ધારાસભ્ય રમણલાલ પાટકર, વાપી ડિવિઝનના DySP બી. એન. દવે, VIA એસોસિએશન ના સતીશ પટેલ, વાપી નગરપાલિકા ના પ્રમુખ પંકજ પટેલ, ડુંગરા ગામના અગ્રણી એવા મંઝુર ખાન સહિતના અગ્રણીઓ, શિક્ષકો, ગ્રામજનો ઉપસ્થિતિ રહ્યા હતાં. જે તમામનું શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું, કાર્યક્રમમાં ઉપસ્થિત અગ્રણીઓએ જીવનમાં સારા શિક્ષક અને સાચા શિક્ષણના મહત્વ અંગે પોતાના મંતવ્યો વ્યક્ત કરીને નિવૃત થતા શિક્ષિકા ચારુલતા બેનને શુભેચ્છાઓ પાઠવી હતી, શાળાના શિક્ષકોએ ચારુલતાબેન ના અનેક પ્રસંગો વાગોળ્યા હતાં. શાળા માં આચાર્ય તરીકે તેમણે હંમેશા શાળાની જરૂરિયાતો પૂરી કરી છે. 600 જેટલા બાળકો માટે અને 17 શિક્ષકો માટે તેઓ હંમેશા દરેક પરિસ્થિતિમાં આશા નું કિરણ રહ્યા છે. તેમના પતિ દીપકભાઈ નો પણ શાળામાં સતત સહકાર રહ્યો છે. જેની શાળામાંથી વિદાય એટલે સ્વજનની વિદાય સમાન હોવાનું જણાવી શાળામાંથી વિદાય થયા બાદ પણ તેઓ તેમનું માર્ગદર્શન આપતા રહે તેવી ઈચ્છા વ્યક્ત કરી વિદાયની શુભેચ્છા પાઠવી હતી. આ વિદાય સમારોહ કાર્યક્રમમાં ઉમરગામ ધારાસભ્ય રમણલાલ પાટકર, ડીવાયએસપી બીએન દવે, જિલ્લા પંચાયત શિક્ષક સંઘ, પાલિકા પ્રમુખ પંકજ પટેલ, ડુંગરા માજી સરપંચ મંઝૂર ખાન, વીઆઇએ પ્રમુખ સતીશ પટેલ, વાપી તાલુકા શિક્ષણાધિકારી મીનાબેન પટેલ, વાપી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શિવકુમાર સિંહ સહીત શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ અને ગામલોકોએ ચારુલતાબેન પટેલનું સન્માન કર્યું હતું.DySP બી. એન. દવેએ ચારુલતા બેનને શુભેચ્છા પાઠવવા સાથે ઉપસ્થિત ગ્રામજનોને સાયબર ક્રાઈમ, ઘરના સગીર બાળકોને પ્રેમજાળમાં ફસાતા કઈ રીતે બચાવી શકાય તે અંગે જરૂરી માર્ગદર્શન આપી ટ્રાફિક એવરનેશ અંગે અપીલ કરી હતી.