Thursday, December 26News That Matters

ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ RDSS હેઠળ DGVCLના રૂ. 324.97 કરોડના કાર્યોનો શુભારંભ કરાવ્યો

વાપી ખાતે નગરપાલિકા વિસ્તારમાં નાણાં, ઊર્જા અને પેટોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઈએ રિવેમ્પ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ(RDSS) હેઠળ ડીજીવીસીએલના રૂ. 324.97 કરોડના કાર્યોનો શુભારંભ કરાવ્યો. રાષ્ટ્રીય સ્તરે ચાલતી આ યોજના હેઠળ હયાત મીટરોને બદલે પ્રી-પેઈડ સ્માર્ટ મીટરો મૂકી વિજ વિતરણનું માળખું સુધારવા સંબંધિત કાર્યોનો સમાવેશ થાય છે. સમગ્ર ડીજીવીસીએલમાં આ યોજના અંતર્ગત રૂ. 4120.67 કરોડના કામો કરવામાં આવશે.

આ યોજના હેઠળ ડીજીવીસીએલ વલસાડ તાલુકામાં રૂ. 99.25 કરોડ, વાપીમાં 70.25 કરોડ, પારડીમાં રૂ. 46.92 કરોડ, ઉમરગામમાં રૂ. 22.03 કરોડ, ધરમપુરમાં રૂ. 45.16 કરોડ અને કપરાડામાં રૂ. 41.36 કરોડના કામો કરશે. વાપી નગરપાલિકામાં ૧૧૭.3૪ કીમીના ઓવરહેડ લાઈનનું રૂ. 22.75 કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ કેબલિંગમાં રૂપાંતરણ કરવામાં આવશે.

મંત્રીએ આ પ્રસંગે કહ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના ગામડાઓને 24 કલાક સતત વીજળી મળી રહે તે માટે જયોતિગ્રામ યોજના શરૂ કરી. જે સમગ્ર ભારતમાં સૌ પ્રથમવાર આયોજન કર્યુ છે. વાતાવરણમાં જે સતત પરિવર્તન થતા રહે છે તેનો અભ્યાસ કરી શકાય તે માટે ક્લાયમેન્ટ ચેન્જનો નવો વિભાગ શરૂ કર્યો જે તે સમયે તે એશિયામાં સૌ પ્રથમ રાજય બન્યુ હતું. આજ રીતે વીજળીના ઉત્પાદનમાં જે કોલસો વપરાતો હતો અને તેનાથી વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ અસંતુલિત રહેતું હતું એના માટે સૌ પ્રથમ સોલાર પોલીસી બનાવી અને રીન્યુએબલ એનર્જીનું ઉત્પાદન કર્યુ. સમગ્ર ગુજરાતમાં રૂફ ટોપ લાગેલા છે. જે 13 હજાર મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરે છે જે દેશની 83 ટકા છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કુદરતી આપદામાં પણ વીજ કંપનીના કર્મચારીઓએ સતત કાર્ય કરી 72 કલાકની અંદર કામગીરી કરી સ્થિતિ પૂર્વવત કરી હતી તે બદલ તેમની સરકારશ્રીએ પણ નોંધ લીધી છે.

આ યોજના હેઠળ સમગ્ર વલસાડ જિલ્લામાં 6,15,221 સ્માર્ટ પ્રે-પૅઈડ મીટર લગાવામાં આવશે જેના દ્વારા ગ્રાહકો દૈનિક વીજ વપરાશ નિરીક્ષન, નિયંત્રણ, રિયલ ટાઇમ ટ્રેકિંગ, પૂર્વ વીજ વપરાશનું વિશ્લેષણ અને પૂર્વાનુમાન કરી શકાશે. કુલ 2560 કિમી ખુલ્લા વાયરો બદલી રૂ. 63.63 કરોડના ખર્ચે એરિયલ બેન્ચ કેબલ નાંખવામાં આવશે. લો વોલ્ટેજ સમસ્યા નિવારવા માટે 290 નવા ટ્રાન્સફોર્મર મુકાશે તેમજ 116 હયાત ટ્રાન્સફોર્મરની કેપેસીટીમા વધારો કરાશે.

વાડીવાળા વિસ્તારોમાંના 700 કિમી ખુલ્લા વાયરોને સ્થાને કવર કરાયેલા વાયરો રૂ. 57.72 કરોડના ખર્ચે લગાવવામાં આવશે. લાંબા ફિડરોનું વિભાજન કરી રૂ. 7.42 કરોડના ખર્ચે ટુંકા કરાશે. દરિયાઈ પટ્ટીમા અવારનવાર ચક્રવાતને કારણે વિજ પુરવઠો ખોરવાય છે. આ વિસ્તારોમાં રૂ. 119.9 કરોડના કરોડના ખર્ચે અને શહેરી વિસ્તારોમાં 280 કિમીની રૂ. 59.25 કરોડના ખર્ચે અંડર ગ્રાઉન્ડ વીજ કેબલની કામગીરી પણ કરાશે.

આ કાર્યક્રમમાં વલસાડ કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે, ડીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર યોગેશ ચૌધરી(આઈએએસ), વીઆઇએ પ્રમુખ સતિશભાઈ પટેલ, વાપી નોટીફાઈડ એરિયાના ચેરમેન હેમંત પટેલ સંગઠન મહામંત્રી શિલ્પેશ દેસાઇ ડીજીવીસીએલના અધિકારી-કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *