Thursday, December 26News That Matters

Earthquakes :- વાપી થી 28 કિલોમીટર દૂર પાલઘરના ધૂંધલવાડી વિસ્તારમાં 4:47 કલાકે અને 4:48 કલાકે સાંજે 3.2 અને 2.8 ના ઉપરાછાપરી આવ્યા ભૂકંપના 2 આંચકા 

મંગળવારે 15મી ઓક્ટોબરના એક તરફ વલસાડ જિલ્લાના વાપી સહિતના પંથકમાં વાતાવરણમાં પલટો આવતા ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. તો, એ જ અરસામાં સાંજે 4:47 અને 4:48 પર વાપીથી 28 કિલોમીટર દૂર મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના ધૂંધલવાડી વિસ્તારમાં ધરતી ધ્રુજી હતી. માત્ર એક મિનિટના અંતરમાં આવેલા બન્ને ધરતીકંપ/Earthquakes ના આંચકા અનુક્રમે 3.3 અને 2.8 ની તીવ્રતાના હતાં. ધરતીકંપના આંચકાથી લોકોમાં ગભરાટનો માહોલ ઉત્પન્ન થયો હતો. Seismological વિભાગે આપેલી માહિતિ મુજબ સાંજે 4:47 કલાકે આવેલ 3.2ની તીવ્રતાનો આંચકો લેટિટ્યુડ 20.187 અને લોંગીટ્યુડ 72.854 પર આવ્યો હતો. જે બાદ બીજો આંચકો 4:48 પર આવ્યો હતો. જેની તીવ્રતા 2.8 હતી. તે લેટિટ્યુડ 20.194 અને લોંગીટ્યુડ 72.875 પર જમીનમાં 10 કિલોમીટર નીચે ઉદ્દભવ્યો હતો.

બંને આંચકાના એપિસેન્ટર અંગે વાત કરીએ તો પ્રથમ આંચકાનું એપિસેન્ટર વાપી થી 29 કિલોમીટર દૂર સંજાણ-આમગાંવ રોડ પર સંભા-ઠાકરપાડા વચ્ચે નોંધાયું હતું. બીજા આંચકાનું એપિસેન્ટર વાપીથી 28 કિલોમીટર દૂર આંમગાંવ નજીક નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે દર વર્ષે જેમ જેમ દિવાળીના દિવસો નજીક આવતા હોય છે. અને ઠંડીની સિઝન શરૂ થાય છે. ત્યારે આ વિસ્તારમાં ધરતીકંપના આફ્ટર શૉક વર્તાતા હોય છે. જેની કદાચ આ વખતે ફરી શરૂઆત થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *