Sunday, December 22News That Matters

વાપી નગરપાલિકાની ગટરના કામ દરમ્યાન GUDC દ્વારા વર્ષો જૂના ઝાડ નો સફાયો…! ગટર કામ દરમ્યાન JCB ફસાયું…!

5મી જૂને સમગ્ર વિશ્વમાં વર્લ્ડ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વાપીમાં પણ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઠેર ઠેર વૃક્ષારોપણ કરી આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જો કે, આ સાથે વાપી નગરપાલિકા માં વિકાસના કામ માં બાધારૂપ બનેલા વર્ષોજુના વૃક્ષોનો સફાયો પણ કરી દેવામાં આવ્યો છે.વાપી નગરપાલિકાએ હાલ પ્રિમોન્સૂન કામગીરી હાથ ધરી છે. જે અંતર્ગત ગટરોની સફાઈ, તેને પહોળી કરવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. અપનાનગર જેવા વિસ્તારમાં નવી સ્ટ્રોમ વોટર ડ્રેઇન ની કામગીરી GUDC હસ્તક ચાલી રહી છે. આ વિકાસના કામમાં કોન્ટ્રકટરે વર્ષો જુના ઝાડ ને કાપી તેનો સફાયો કરી નાખ્યો છે.આ અંગે GUDC ના કોન્ટ્રકટર, દેખરેખ રાખનારાઓ તેમજ નગરપાલિકાના CO, વોટર વર્કસ ડિપાર્ટમેન્ટ ના કર્મચારીઓ જાણે કઈંક છુપાવતા હોય તેમ આ અંગે વિગતો આપવાનું ટાળી રહ્યા છે. સવાલ એ છે કે, આ વર્ષોજુના ઝાડ કોની પરમિશનથી કાપવામાં આવ્યા છે? કોણે આ ઝાડ કાપ્યા છે? તેના લાકડાનું શુ કરવામાં આવ્યું? ખરેખર કેટલા ઝાડ કાપવામાં આવ્યા છે? જો કે તેનો જવાબ કોઈપણ આપતા નથી દરેક એકબીજા પર ખો આપી રહ્યા છે. પાલિકા વિસ્તારમાં જાણે પ્રિમોન્સૂન કામગીરી ના નામે કંઈક બીજું જ રંધાઈ રહ્યું હોય તેવું આ વિગતો છુપાવવા પરથી ફલિત થઈ રહ્યું છે. તો, નવાઈની વાત એ પણ છે કે, આ કામગીરી દરમ્યાન JCB પણ ગટરના કાદવ કિચ્ચડ માં ફસાઈ જતા તેને બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવવી પડી છે. જે સુરક્ષા વ્યવસ્થાનો છેદ ઉડાડતી ઘટના છે. આ અંગે પાલિકાના સત્તાધીશો, અધિકારીઓ કે GUDC દ્વારા ખુલાસો કરવામાં આવશે કે કેમ તે પણ પ્રશ્નાર્થ છે.

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *