Friday, January 31News That Matters

વાપીમાં આશિર્વાદ હોસ્પિટલના ડૉ. સિદ્ધાર્થ પટેલે પિતાનું સપનું સાકાર કર્યું, અદ્યતન OT કોમ્પ્લેક્ષનો માતા-પિતાના હસ્તે શુભારંભ કરાવ્યો

વાપીમાં ઓર્થોપેડિક સર્જરીમાં આગવું નામ ધરાવતી આશિર્વાદ હોસ્પિટલમાં રવિવારથી અદ્યતન ઓપરેશન થિએટરના નિર્માણ બાદ શુભારંભ કરવામાં આવ્યો છે. આ ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત વાપીના અગ્રણી નાગરિકોએ આશિર્વાદ હોસ્પિટલના સંચાલક દંપતી ડૉ. સિદ્ધાર્થ પટેલ, ડૉ. મનપ્રીત પટેલને અને તેમના માતા-પિતા ડૉ. દેવપ્રકાશ પટેલ, ડૉ. રૂપાબેન પટેલને શુભકામનાઓ પાઠવી હતી.

વાપીમાં વર્ષ 1998માં ઓર્થોપેડિક ડૉ. દેવપ્રકાશ પટેલ અને ગાયનેકોલોજિસ્ટ ડૉ. રૂપાબેન પટેલ નામના તબીબ દંપતીએ ચલા વિસ્તારમાં Ashirvad Hospital ની શરૂઆત કરી હતી. જે દરમ્યાન આ જ હોસ્પિટલમાં અદ્યતન OT નિર્માણનું સપનું સેવ્યું હતું. હાલમાં આ હોસ્પિટલનું તેમના ઓર્થોપેડિક પુત્ર ડૉ. સિદ્ધાર્થ પટેલ અને પુત્રવધુ ડૉ. મનપ્રીત પટેલે સુકાન સાંભળ્યું છે. જેઓએ હોસ્પિટલમાં અદ્યતન OT કોમ્પ્લેક્ષ ઉભું કરી માતાપિતાનું સંપનું સાકાર કર્યું છે.

તબીબ દંપતીએ તેમના ગ્રાન્ડ મધરના નામ પર સ્વ.શ્રીમતી લલિતાબેન ભીખુભાઈ દેસાઈ OT કોમ્પ્લેક્ષનો રવિવારે શુભારંભ કર્યો હતો. આ OT નું તેમના માતાપિતાના આશિર્વાદથી અને તેમના જ હસ્તે ઉદ્ઘાટન કરાવ્યું હતું. આ OT અંગે ડૉ. દેવપ્રકાશ પટેલ અને ડો. રૂપાબેન પટેલે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું. કે, આ OT કોમ્પ્લેક્ષ સ્ટેટ ઑફ આર્ટ છે. જેમાં વર્લ્ડ કલાસ અદ્યતન સુવિધાઓ છે. દર્દીના સચોટ નિદાન અને ઓપરેશન માટે રોબોટિક મશીન સહિતની તમામ સામગ્રી ખૂબ જ આધુનિક છે. એટલે હવે વાપી અને તેની આસપાસના દર્દીઓએ મુંબઈ કે સુરત સુધી જવું નહિ પડે, દર્દીઓ અહીં જ સારી કક્ષાના OT માં ઘૂંટણ સહિતની વિવિધ સર્જરીઓ કરાવી શકશે. અને એ પણ ખૂબ જ સસ્તા દરે થશે.

ઉલ્લેખનીય છે કે, Ashirvad Hospital માં તૈયાર થયેલ આ ઓટી કૉમ્પ્લેક્સ અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. જે એડવાન્સ અને કોમ્પ્લેક્સ સર્જરીમાં કાળજી અને ચોકસાઈના ઉચ્ચતમ ધોરણોને સુનિશ્ચિત કરે છે. OT ના ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં વાપીના અગ્રણી તબીબો, નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ આ તબીબ દંપતીને શુભેચ્છા આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *