જમીયત ઉલમાં-એ-વાપી ટ્રસ્ટ અને લાયન્સ કલબ ઓફ વાપીના સંયુક્ત ઉપક્રમે આગામી 1લી સપ્ટેમ્બર 2024ના મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કરવામાં આવ્યું છે. આ મહારક્તદાન કેમ્પ વાપીમાં કોપરલી રોડ પર આવેલ સહારા હોસ્પિટલની પાછળ અફસાના માર્કેટ ખાતે યોજાવાનો છે. સવારના 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી આયોજિત આ કેમ્પમાં રક્તદાતાઓ વધુમાં વધુ રક્તનું દાન કરી પુણ્યનું ભાથું બાંધે એવી અપીલ પ્રોજેકટ ચેરમેન ઇન્તેખાબ ખાન અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી છે.
ઇમેજ સોર્સ ઓનલાઈન નેટવર્ક……….
રક્તદાન કરવા માટે લોકોને મૂળભૂત બાબતો જાણવાની જરૂર છે. દાખલા તરીકે, રક્તદાન કરવા માટે અમુક માપદંડો પૂરા કરવા આવશ્યક છે. દરેક જણ તે જાણતા નથી. સૌથી મહત્વની વાત એ છે કે રક્તદાન કરવા માટે લાયક વ્યક્તિએ 17-66 વર્ષની વયની હોવી જોઈએ. તેમનું વજન 50 કિલોથી વધુ હોવું જોઈએ અને તેમનું સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ. ડાયાબિટીસ, હાયપરટેન્શન અને વધુ જેવા રોગોથી પીડિત લોકો રક્તદાન કરી શકતા નથી. વલસાડ જિલ્લામાં અકસ્માતોથી સૌથી વધુ જાનહાનિ થાય છે. જે બાદ ઉદ્યોગોમાં આવેલ કેમિકલ, પ્લાસ્ટિક, પેપર, એન્જીનીયરીંગ, ફાર્મા સેકટર બીજા ક્રમે આવે છે. આવી કોઈ પણ દુર્ઘટના બને ત્યારે રક્તની સૌથી વધુ જરૂર પડે છે. મોટી દુર્ઘટના સર્જાય ત્યારે બ્લડબેંકોમાં રક્ત ખૂટી પડે છે. આવા સમયે ચોક્કસ ગ્રુપના રક્ત માટે રેડિયો, ટીવી અને સોશિયલ મીડિયામાં જાહેર અપીલ કરવી પડે છે.
બ્લડબેંન્કો કટોકટીમાં બોલાવી શકાય એવા રક્તદાતાઓની યાદી રાખે છે. આમ છતાં ચોક્કસ ગ્રુપના રક્તની કાયમ અછત રહે છે. કેમ કે એવા બ્લડગ્રુપ ધરાવતી વ્યક્તિઓ એકલદોકલ જ હોય છે. આવી વ્યક્તિને રક્તની જરૂરિયાત ઊભી થાય, ત્યારે ભારે મુશ્કેલી સર્જાય છે.
દેશની વસ્તીના પ્રમાણમાં રક્તદાતાઓની સંખ્યા સાવ ઓછી છે. એટલે સ્વાભાવિક છે કે, વાપી જેવા ઔદ્યોગિક વસાહતમાં અને સમગ્ર વલસાડ જિલ્લામાં પણ તે સંખ્યા ઓછી છે જ એટલે રક્તની આકસ્મિક ઊભી થતી માંગને પહોંચી વળવામાં તક્લીફ પડે છે. ઉપરાંત થેલેસેમિયાના દર્દીઓનું પ્રમાણ ઘણું વધારે છે. જેમને સરેરાશ દર મહિને રક્ત ચડાવવું પડે છે. તેમને માટે બ્લડબૅન્કોએ રક્તનો જથ્થો અનામત રાખવો પડે છે. આથી બ્લડબૅન્કોને હંમેશાં રક્તની જરૂર પડે છે.
પચાસ વર્ષથી ઓછી ઉંમરની તંદુરસ્ત વ્યક્તિ રક્તદાન કરી શકે છે. પણ એવી વ્યક્તિઓમાંથી બહુ ઓછા લોકો રક્તદાન કરે છે. કેટલાક લોકો ક્યારેય રક્તદાન કરતા જ નથી અને કેટલાક લોકો પ્રસંગોપાત્ત જ રક્તદાન કરે છે.
આપણા દેશમાં દાન-પુણ્યનો ઘણો મહિમા છે. જરૂરિયાતમંદ લોકો માટે દાતાઓ છૂટે હાથે ધનદાન, વસ્ત્રદાન અને અન્નદાન કરે છે. આ દાનોની જેમ રક્તદાન પણ પુણ્યનું કામ છે. તે આપણી સામાજિક જવાબદારી પણ છે. આપણે આપેલા રક્તથી કોઈનું જીવન બચી શકે છે. તેથી જ રક્તદાન એ ખરેખર મહાદાન છે. સ્વસ્થ વ્યક્તિએ નિયમિત રક્તદાન કરવું જોઈએ અને બીજાઓને પણ આવી પ્રેરણા આપવી જોઈએ.
Hey, Jack here. I’m hooked on your website’s content – it’s informative, engaging, and always up-to-date. Thanks for setting the bar high!