Friday, October 18News That Matters

ઉપરવાસમાં વરસતા ભારે વરસાદને પગલે મધુબન ડેમ ના 8 દરવાજા 1.30 મીટર ખોલી દમણગંગા નદીમાં 39577 ક્યુસેક પાણી છોડાયું

વલસાડ જિલ્લાના વાપી, ઉમરગામ સહિત સંઘપ્રદેશ સેલવાસ અને દમણ વિસ્તારમાં શનિવારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. તો, સેલવાસના ઉપરવાસમાં પણ ભારે વરસાદના કારણે મધુબન ડેમમાં નવા નીરની આવક થઈ છે. ડેમના કેચમેન્ટ એરિયામાં વધતા પાણીને કારણે હાલ 37533 ક્યુસેકની આવક થઈ રહી છે. ડેમનું લેવલ 72 મીટર પર પહોંચ્યું છે. જેને સ્થિર રાખવા ડેમના 8 દરવાજા 1.30 મીટર સુધી ખોલી દમણગંગા નદીમાં 39577 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.મધુબન ડેમમાંથી પાણી છોડતા વાપી નજીકના દમણગંગા વિયર પણ છલકાયો છે. અને ધોધ સ્વરૂપે આવતું પાણી દમણગંગા વિયરથી દમણના દરિયામાં વહી રહ્યું છે. આ દરમ્યાન નદી કાંઠા થી દુર રહેવા તંત્રએ સૂચના આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *