છીરીના રણછોડ નગરમાં આવેલ શ્રી મનોકામનાપૂર્ણ હનુમાન મંદિરે પાટોત્સવ અને રામધૂન સંકીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છીરી અને રાતા ગામના અગ્રણીઓ સહિત હનુમાન ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. 2 દિવસીય કાર્યક્રમમાં સુંદર કાંડ, રામધૂન, મહાપ્રસાદ, તેજસ્વી તારલાઓનું સન્માન, દાતાઓનું સન્માન, સંતોનું સન્માન સહિતના કાર્યક્રમો યોજાયા હતાં.
16મી જાન્યુઆરી છીરીના રણછોડ નગરમાં આવેલ શ્રી મનોકામના પૂર્ણ હનુમાન મંદિરનો સ્થાપના દિવસ હતો. જેને ધ્યાનમાં રાખી આયોજક મનીષ મિશ્રા દ્વારા 2 દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 16મી જાન્યુઆરી 2024ના મંદિર પટાંગણમાં અતિથિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અખંડ રામધૂન સાથે મંદિરનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. મહાઆરતી સહિતના આયોજન સાથે રામ, સીતા, હનુમાન ની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતાં.
બીજા દિવસે 17મી જાન્યુઆરી 2024ના પણ સુંદરકાંડ, રામધૂન અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમ્યાન વિવિધ સમાજના આગેવાનો, છીરી અને રાતા ગામના પંચાયત ના સભ્યો, સંતો ઉપસ્થિત રહ્યા હતાં. જેઓનું મનીષ મિશ્રા અને તેમની ટીમ દ્વારા સ્વાગત કર્યું હતું. તેમજ શાળામાં અભ્યાસ દરમ્યાન શાળાનું અને ગામનું નામ રોશન કરનાર ધોરણ 1 થી 12 સુધીના વિદ્યાર્થીઓને સ્મૃતિભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.