મુંબઈ ડિવિઝન પર પાલઘર યાર્ડ ખાતે માલગાડી પાટા પરથી ઉતરી જવાને કારણે પશ્ચિમ રેલવે લાઈન પર ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. એક માલગાડી ના વેગન પાલઘર નજીક પાટા પરથી ઉતરી ગયા હતાં. ઘટના મંગળવારે સાંજે 5 વાગ્યા આસપાસ ઘટી હતી. જેને કારણે પશ્ચિમ રેલવે ડિવિઝનની કેટલીક પેસેન્જર ટ્રેનનો વ્યવહાર ખોરવાયો છે. જે બીજા દિવસે પણ યથાવત રહ્યો છે. જેમાં કેટલીક ટ્રેનના સમયમાં રેલવે વિભાગે ફેરફાર કર્યો હોય તે અંગે અખબારી યાદી બહાર પાડી છે.
રેલવે વિભાગે આપેલ માહિતી મુજબ 29/05/2024 ની ટ્રેન નંબર 82901 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ તેજસ એક્સ્પ 15.45 કલાકે તેના નિર્ધારિત પ્રસ્થાનને બદલે 20.00 કલાકે મુંબઈ સેન્ટ્રલથી ઉપડવા માટે રીશેડ્યુલ કરવામાં આવી છે.
ટ્રેન નં. 22955 બાંદ્રા ટર્મિનસ -29/05/2024 ના ભુજ કચ્છ એક્સ્પ્રેસને તેના નિર્ધારિત પ્રસ્થાન 17.45 કલાકના બદલે 22.30 કલાકે બાન્દ્રા ટર્મિનસથી પ્રસ્થાન કરવા માટે ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે.
ટ્રેન નંબર 19217 બાંદ્રા ટર્મિનસ 29/05/2024 ના વેરાવળ સુરત જનતા એક્સ્પ્રેસને તેના નિર્ધારિત પ્રસ્થાનને બદલે 21.30 કલાકે બાન્દ્રા ટર્મિનસથી 13.40 કલાકે ઉપડવા માટે ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે.
ટ્રેન નંબર 22945 મુંબઈ સેન્ટ્રલ 29/05/2024 ની ઓખા સૌરાષ્ટ્ર મેલ 30/05/2024 ના રોજ 00.30 કલાકે મુંબઈ સેન્ટ્રલ માટે તેના નિર્ધારિત પ્રસ્થાનને બદલે 21.00 કલાકે રીશેડ્યુલ કરવામાં આવી છે.
ટ્રેન નં. 22927 બાંદ્રા ટર્મિનસ – 29/05/2024 ના અમદાવાદ લોકશક્તિ એક્સ્પ, 30/05/2024 ના રોજ 01.00 કલાકે બાન્દ્રા ટર્મિનસથી ઉપડવા માટે તેના નિર્ધારિત પ્રસ્થાનને બદલે 19.40 કલાકે રીશેડ્યૂલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે સાંજે 17.08 કલાકે પાલઘર યાર્ડ ખાતે પોઈન્ટ નંબર 117/118 પર એક માલગાડી ના 6 વેગન અને એક VBG પાટા પરથી ઉતરી જવાને કારણે મુંબઈ – સુરત સેક્શનની અપ લાઇનને અસર થઈ છે. જેને કારણે કાલે 4 જેટલી ટ્રેનને રદ્દ કરવા ઉપરાંત 5 ટ્રેનને આંશિક રદ કરી હતી જ્યારે, 8 ટ્રેન ના પ્રવાસ ને ટૂંકાવવામાં આવ્યો હતો. અને 16505 ગાંધીધામ – SBC એક્સ્પ, 12432 નિઝામુદ્દીન – ત્રિવેન્દ્રમ રાજધાની એક્સ્પ અને 19260 ભાવનગર-કોચુવેલી એક્સ્પને સુરત-ઉધના- જલગાંવ-કલ્યાણ થઈને ડાયવર્ટ કરવામાં આવી હતી.