Sunday, September 8News That Matters

વાપી ગુંજન વિસ્તારમાં આવેલ બી ટાઈપ માં પેથોલોજી, ફિઝિયોથેરેપી સેન્ટર બાદ ડેન્ટલ કેર સેન્ટરનો કરાયો શુભારંભ

વાપી GIDC વિસ્તારમાં આવેલ બી ટાઈપમાં રોટરી કલબ ઓફ વાપી વેસ્ટ દ્વારા દાતાઓની મદદથી ડેન્ટલ કેર સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ગુરુવારે 25મી એપ્રિલે દાતાઓના સહયોગથી રોટરી કલબ ના સભ્યોએ આ ડેન્ટલ કેરનો શુભારંભ કરી તેમાં ઉપલબ્ધ સેવાઓ અંગેની વિગતો આપી હતી.

વાપીમાં દર્દીઓને ઓછા દરે સારવારની સુવિધા પૂરી પાડવા રોટરી કલબ ઓફ વાપી વેસ્ટ દ્વારા 6 જેટલા પ્રોજેકટ શરૂ કર્યા છે. જે પૈકી વાપી GIDC ના ગુંજન એરિયામાં આવેલ બી ટાઈપ ખાતે પ્રમુખ રોટરી પેથોલોજી લેબ, ભાઠેલા રોટરી ફિઝિયોથેરેપી સેન્ટર કાર્યરત કર્યા બાદ 25મી એપ્રિલ 2024ના ભારત રેઝીન્સ રોટરી ડેન્ટલ કેર સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

બી ટાઈપ વાપી GIDC ખાતે કાર્યરત પેથોલોજી સેન્ટર, ફિઝિયોથેરેપી સેન્ટર અને ડેન્ટલ કેર સેન્ટરમાં અન્ય ખાનગી સેન્ટરોમાં લેવાતી ફી ની સામે 40 ટકા ફી સાથે સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. હાલ પેથોલોજી સેન્ટરમાં દરેક પ્રકારના બ્લડ ટેસ્ટ કરી આપવાની સુવિધા ઉપલબ્ધ છે. તો, નવા શરૂ કરાયેલ ડેન્ટલ કેરમાં પણ અત્યાધુનિક મશીનરી અને સ્કીલ્ડ સ્ટાફ સાથે દાંત ને લગતી તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવશે.

આ પ્રસંગે આ સેન્ટર ઉપરાંત અન્ય તમામ મળી કુલ 6 જેટલા સેન્ટરમાં CSR ફંડ હેઠળ સહયોગ કરનાર પ્રમુખ ગ્રુપ, એપલ વાયર, અજિત પેપરમિલ, સહિત તમામ દાતાઓનો આભાર માનવામાં આવ્યો હતો. તો, આગામી દિવસોમાં લોકસભા ચૂંટણીનું મતદાન થવાનું હોય લોકશાહીના આ પર્વમાં દરેક મતદાર અવશ્ય મતદાન કરે તે માટે અપીલ કરવામાં આવી હતી. રોટરી કલબ દ્વારા પણ મતદાન જાગૃતિ કાર્યક્રમો ચલાવવામાં આવતા હોય સારા ઉમેદવારને મત આપી સારી સરકારને પસંદ કરવા અનુરોધ કરાયો હતો.

ભારત રેઝીન્સ રોટરી ડેન્ટલ કેર ના શુભારંભ પ્રસંગે ભારત રેઝીન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના વિનુભાઈ જોષી, પ્રમુખ ગ્રુપના જગદીશ ભાટૂ, રોટેરિયન નિહિર દવે, ભાઠેલા ગ્રુપના મુકેશભાઈ સહિત મોટી સંખ્યામાં રોટરી સભ્યો, તબીબો, દાતાઓ ઉપસ્થિત રહ્યા હતાં. જેઓની ઉપસ્થિતિમાં ડેન્ટલ કેરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *