વાપી GIDC માં નોટિફાઇડ દ્વારા વરસાદી પાણીની ગટર માટેની કામગીરી હાથ ધરી છે. જે અંતર્ગત હાલ VIA ચાર રસ્તાથી SBI બેન્ક, GIDC પોલીસ સ્ટેશન પાસે જૂની વરસાદી પાણીની ગટર લાઇનના સ્થાને નવી ગટર બનાવવાનું કામકાજ હાથ ધરાયુ છે.
આ અંગે નોટિફાઇડ તરફથી મળતી વિગતો મુજબ આ વિસ્તારમાં બનાવેલ ગટર કાદવ કિચ્ચડ ને કારણે ભરાઈ ગઈ હતી. જેથી ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ થઈ શકતો નહોતો. અને આ વિસ્તારમાં ચોમાસાના વરસાદ દરમ્યાન પાણીનો ભરાવો થતો હતો. આ સમસ્યાના નિરાકરણ માટે નવી સ્ટ્રોમ વૉટર ડ્રેઇન બનાવવી અત્યંત જરૂરી હતી. જેથી હાલ આ માર્ગ પર નવી ગટર બનાવવાનું કામ હાથ ધરાયુ છે.
કોન્ટ્રકટર દ્વારા આ માર્ગ પર જૂની ગટરને તોડી તેના સ્થાને અંદાજીત 1-1 મીટર ની ઊંડાઈ પહોળાઈ ધરાવતી RCC ગટર બનાવાઈ રહી છે. જે આવનારા ચાર-પાંચ મહિનામાં તૈયાર થઈ જશે. જે બાદ આવતા ચોમાસામાં આ વિસ્તારમાં પાણીના ભરાવાની સમસ્યામાંથી નિજાત મળશે.
ઉલ્લેખનીય છે કે, દર વર્ષે નોટિફાઇડ દ્વારા ચોમાસા પહેલા પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરી વરસાદી પાણીની ગટરોની સાફસફાઈ અને મરામત કામગીરી હાથ ધરાતી હોય છે. તેમ છતાં અમુક વર્ષોમાં જ આવી ગટરો કાદવ કિચ્ચડ થી જામ થઈ જતી હોય છે. ત્યારે આ અંગે માત્ર પ્રિમોન્સૂન કામગીરીને કરવા ખાતર નહિ પરંતુ ચોક્કસ મહિનામાં સફાઈ કરવામાં આવતી રહે તો આવી ગટરો પાછળ કરાતો કરોડોનો ખર્ચ લેખે લાગશે.
BWER Company is committed to advancing Iraq’s industrial sector with premium weighbridge systems, tailored designs, and cutting-edge technology to meet the most demanding applications.