વાપીમાં મોબાઈલ ગલી ગણાતા મહાવીર નગરના હિના આર્કેડ રોડ પર શોપ નંબર 25માં G-3 સેકન્ડ હેન્ડ મોબાઈલ શોપ ધરાવતા વિરમાની શહનવાઝ સલીમ નામના ઇસમે વાપી ટાઉનમાં ફરિયાદ આપી છે કે, તેમની મોબાઈલ શોપમાં આવેલા એક ગ્રાહકે બગડેલો ફોન આપ્યા બાદ નવો ફોન તફડાવી દુકાનમાં તોડફોડ કરી ધાકધમકી આપી છે.
વાપીમાં સેકન્ડ હેન્ડ મોબાઈલ વેંચતા અને<span;> G-3 સેકન્ડ હેન્ડ મોબાઈલ શોપ ધરાવી અનેકવાર ગ્રાહકો સાથે બબાલ કરી ચુકેલા, મુંબઈ પોલીસ દ્વારા તપાસનો ભોગ બનેલા, મીડિયા સાથે પોલીસની ધમકી આપી બબાલ કરી શેર બનેલા વિરમાની શહનવાઝ સલીમ નામના મોબાઈલ સ્ટોર સંચાલકને આખરે સવાશેર ગ્રાહક મળતા તેમની સામે મોબાઈલ ઉચાપત, દુકાનમાં તોડફોડ અને ધમકીઓ આપી હોવાની ફરિયાદ કરી છે.
મોબાઈલ સ્ટોર ધારક વિરમાની શહનવાઝ સલીમેં વાપી ટાઉનમાં PI ને ઉદ્દેશીને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તે G-3 સેકન્ડ હેન્ડ મોબાઈલ સ્ટોર શોપ નંબર 25, હિના આરકેડ રોડ, ગોવિંદા કોપલેક્ષ પાસે મહાવીર નગરમાં સેકેન્ડ હેન્ડ મોબાઇલનુ વેચાણ કરે છે. જેની પાસેથી કુશ પટેલ નામના ગ્રાહકે 23/09/2023ના એક સેમસંગ S-22 અલ્ટ્રા મોબાઇલ ખરીદેલો હતો. જે મોબાઇલ ફોન બે દિવસ બાદ નીચે પાડી ને સ્ક્રીન તોડી ને લાવેલ અને જણાવેલ કે તમે મને બગડેલ ફોન આપેલ છે. મોબાઇલ ગ્રાહક દ્વારા પડી ગયાના કારણે સ્ક્રીન બગડેલ હોવાનું જણાવી સ્ટોર સંચાલકે સ્ક્રીન રીપેર કરાવાનો ખર્ચ ગ્રાહકે ભોગવવો પડશે. જેમા દસેક દિવસ જશે તેવું જણાવ્યું હતું. જેથી મોબાઈલ રીપેર કરવાનું જણાવી ગ્રાહક જતો રહ્યો હતો.
ગ્રાહકને 09/10/2023 ના મોબાઇલ ફોન લેવા માટે આવવાનુ જણાવ્યું હતું. જે બાદ ગ્રાહક કુશ પટેલ સ્કોર્પિયો કાર લઈને મોબાઈલ સ્ટોર પર આવ્યો હતો. અને એક કસ્ટમરના હાથમાંથી SAMSUNG GALAXY S22 ULTRA 5G મોબાઇલ ઝુટવી લઇ ચાલતી પકડી હતી. જે દરમ્યાન મોબાઈલ સ્ટોરમાં ચાલતી બોલાચાલીનો વિડિઓ રેકોર્ડ કરતા સ્ટોર સંચાલકના પિતાના હાથ પર મારી મોબાઈલ તોડી જતો રહ્યો હતો.
મોબાઈલ ફોન લઈ નીકળતી વખતે ગ્રાહકે દુકાનમાં નુકસાન પહોંચાડી, જે થાય તે કરી લે… હુ કોઈ બાપથી બીતો નથી…. પોલીસ ફરીયાદ કરવી હોય તો કરી લે….. પોલીસ મારુ કશુ નહી કરી શકે…. તેવો બફાટ કરી પોતે મોટી ઓળખાણ ધરાવતો હોવાનું કહી કારમાં બેસી જતો રહ્યો હતો. બનાવ બાબતે સ્ટોર સંચાલકે દુકાન માં લાગેલ સીસીટીવી ફુટજ માં પણ રેકોર્ડ થયેલ ગતિવિધિ સાથે પોલીસમાં ફરિયાદ કરી છે.
ઉલ્લેખનીય છે કે, મોંઘાદાટ સેકન્ડ હેન્ડ ફોનનું વેંચાણ કરતો આ મોબાઈલ સ્ટોર સંચાલક અવારનવાર શેર બની ગ્રાહકો સાથે બાખડતો હોવાનું જગજાહેર છે. સેકન્ડ હેન્ડ મોબાઈલ બાબતે મુંબઈ પોલીસની તપાસનો ભોગ બની ચુક્યો છે. પોતાની પોલીસમાં મોટી ઓળખાણ હોવાના બણગાં ફૂંકી મીડિયા સાથે પણ બબાલ કરી ચુક્યો છે. ત્યારે, આખરે તેને જ સવાશેર માથાનો ગ્રાહક મળ્યો હોય તેની સામે નોંધાવેલ ફરિયાદમાં કેટલું તથ્ય છે તે તો હવે પોલીસ તપાસમાં જ જાણવા મળશે.