Saturday, December 21News That Matters

વાપી ના CA કાંતિ પટેલના વધુ એક કારનામાની GIDC પોલીસ મથકમાં ફરિયાદ, વેપારી પાસે લીધેલા 55.22 લાખ રૂપિયાની GST માં ખોટી એન્ટ્રી કરી છેતરપીંડી કરી

વાપી જીઆઇડીસી પોલીસ મથકમાં ચાર્ટર્ડ એકાઉન્ટ કાંતિ કરશન પટેલ સામે વધુ એક કન્સ્ટ્રક્શન પેઢીના માલિકે જીએસટી ના નામે 55,22,598 રૂપિયા જેવી માતબર રકમની અન્ય પેઢીના GST નંબરમાં ખોટી એન્ટ્રી કરી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઇ છે. આ પહેલા CA કાંતિ કરશન પટેલ સામે અન્ય કન્સ્ટ્રકશન પેઢીના માલિકે GST ભરવાના 63 લાખ 45 હજાર જેવી માતબર રકમની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં કાંતિ પટેલની ધરપકડ બાદ તેને નવસારી જેલ હવાલે કર્યો છે. હવે બીજી 55.22 લાખની છેતરપીંડી ની ફરિયાદ નોંધાતા GIDC પોલીસે આ મામલે ફરી વધુ તપાસ હાથ ધરી છે.

વાપી GIDC પોલીસ મથકમાં મદનસિંહ દિલીપસિંહ શોન્દ નામના ફરિયાદીએ ફરિયાદ નોંધાવી છે કે તેમના CA કાંતિભાઈ કરશન ભાઈ પટેલ દ્વારા તેમની સાથે GST ભરવાના 55,22,598 રૂપિયા જેવી માતબર રકમની છેતરપિંડી કરી છે. વાપીમાં આશીર્વાદ કન્સ્ટ્રકશન નામે પેઢી ધરાવતા મદનસિંહ શોન્દ દ્વારા વર્ષ 2017થી 2023 દરમ્યાન GST પેટે ભરવા પાત્ર કુલ રકમ 55,22,598 ચેક મારફતે CA કાંતિભાઈ કરસનભાઈ પટેલના બેન્ક એકાઉન્ટ માં ટ્રાન્સફર કરી હતી.

જોકે GST તરફથી તેમને 2023માં નોટિસ મળી કે તેઓએ જીએસટીના નાણાં ભર્યા નથી. જે અંગે તેમણે CA કાંતિભાઈ પટેલને જાણકારી આપી હતી. કાંતિભાઈએ નોટિસનો જવાબ તેવો આપી દેશે તેવી હૈયા ધરપત આપી હતી. જોકે જીએસટીની તે બાદ ફરી નોટીસ મળતા મદનસિંહ પોતે જીએસટીની ઓફિસે ગયા તો જાણકારી મળી કે તેમના નાણા તેમના CA કાંતિ પટેલે તેમની પેઢીના GST નમ્બર પર ભર્યા જ નથી.

CA કાંતિ પટેલે આશીર્વાદ કન્સ્ટ્રકશન ને બદલે લેબહુડ એન્ટરપ્રાઇઝ ના GST નંબર ના નામે ખોટા લોગીન પાસવર્ડ લઈ પરચેજની ખોટી એન્ટી કરી ક્રેડિટ મેળવી હતી. સમગ્ર મામલે અંધારામાં રાખી આ છેતરપીંડી કરી હતી. જે બાદ આશીર્વાદ કન્સ્ટ્રકશનના માલિકે આ મામલે GST વિભાગમાં જરૂરી જાણકારી આપી વાપી GIDC પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ઉલ્લેખનીય છે કે, 55,22,598 રૂપિયા જેવી માતબર રકમની અન્ય પેઢીના GST નંબરની ખોટી એન્ટ્રી કરી છેતરપિંડી કરનાર CA કાંતિ કરશન પટેલ સામે આ પહેલા પણ અન્ય કન્સ્ટ્રકશન પેઢીના માલિકે GST ભરવાના 63 લાખ 45 હજાર જેવી માતબર રકમની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં કાંતિ પટેલની ધરપકડ બાદ તેને નવસારી જેલ હવાલે કર્યો છે.

હવે બીજી 55.22 લાખની છેતરપીંડી ની ફરિયાદ નોંધાતા GIDC પોલીસે આ મામલે Cr. PC કલમ 409, 465, 468, 471 અને IT એક્ટ અધિનિયમ 66(c) હેઠળ ફરિયાદ નોંધી ફરી એકવાર વધુ તપાસ હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *