શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ સંસ્થાના સ્થાપનાના 41 વર્ષ પૂર્ણ થતા 41 મો ત્રિદિવસીય મહામહોત્સવ તારીખ 2, 3 અને 4 જાન્યુઆરીના રોજ યોજાનાર છે. જે અંતર્ગત આજે 2જી જાન્યુઆરી 2024થી તેનો દબદબાભેર પ્રારંભ થયો હતો.
શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ વાપી નો 41 મો વાર્ષિક મહામહોત્સવ સળંગ 3 દિવસ સુધી રંગે ચંગે ઉજવાશે. જેમાં પ્રથમ દિવસે ૐ વિષ્ણુવે નમઃ, બીજા દિવસે ધર્મયુદ્ધ તથા ત્રીજા દિવસે સીતા : મિથિલા કી યોદ્ધા થીમ ઉપર આધારિત 3000 થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા રંગારંગ કાર્યક્રમોને માણવા રાજ્યભરમાંથી સંતો, મહંતો તથા રાજકીય પદાધિકારીઓ, અઘિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય કપિલ સ્વામીજીના જણાવ્યા મુજબ આ મહા મહોત્સવને માણવાનો એક અનોખો લાહવો છે. આપણા ધાર્મિક શાસ્ત્રો અંગેનું અંતરંગ જ્ઞાન અને ઉપદેશને વિદ્યાર્થીઓ દ્વારા ઉમદા રીતે મંચસ્થ કરવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે સંસ્થામાં નવો આકાર પામેલું બાળભવનનું ઉદ્ઘાટન પૂજ્ય સ્વામી લક્ષ્મીનારાયણદાસજી, પૂજ્ય જ્ઞાન પુરાણી સ્વામી, રાજ્યના નાણા અને ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, વલસાડ સાંસદ અને લોકસભા દંડક ધવલભાઈ પટેલ, જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલા, પદ્મશ્રી ગફુરભાઈ બિલખિયા તથા સમાજ સેવક મહેશભાઈ સવાણીની ઉપસ્થિતિમાં 3જી જાન્યુઆરી 2024ના થશે.
પ્રથમ દિવસે પૂજનીય અને દર્શનીય સંતોના દર્શન સાથે ઉત્સવનો પ્રારંભ થયો હતો. આ કાર્યક્રમને માણવા અમેરિકાથી પણ અનેક મહેમાનો પધાર્યા હતાં. કાર્યક્રમમાં 2 જાન્યુઆરી ના રોજ ૐ વિષ્ણવે નમઃ, થીમ ઉપર શાળાના વિદ્યાર્થીઓએ ભક્તિસભર રંગારંગ કાર્યક્રમની પ્રસ્તુતિ કરી હતી. 3 જાન્યુઆરીના રોજ ધર્મયુદ્ધ તથા 4 જાન્યુઆરીના રોજ સીતા મિથિલા કી યોદ્ધા થીમ ઉપરરં ગારંગ કાર્યક્રમની પ્રસ્તુતિ થશે. ઉપરાંત સંસ્થાનો વાર્ષિક અહેવાલ અને સંસ્થાના તેજસ્વી તારલાઓનું તેમજ વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિ અને ખેલકૂદમાં રાજ્ય સ્તરે પહોંચી પોતાનો કૌશલ્ય પ્રકાશનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે.