Thursday, February 6News That Matters

વાપીના જવેલર્સની દુકાનમાં લૂંટ તેમજ ચેઇન સ્નેચિંગમાં વલસાડ પોલીસને પડકાર ફેંકનાર ઝડપાયો, ચોરી કરેલ મોંઘી બાઈકથી આચરતો હતો ગુન્હા

વાપીમાં એક જવેલર્સને ત્યાં લૂંટ કરી ફરાર થયેલા તેમજ જિલ્લામાં અલગ અલગ સ્થળોએ મહિલાઓના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરી પોલીસ પકડથી દૂર રહેલા મૂળ કેદી ઝાપતા ના ફરાર આરોપીને વલસાડ પોલીસે દબોચી લીધો છે. પકડાયેલ આરોપી સામે વલસાડ, મહારાષ્ટ્રમાં 35 જેટલા વાહન ચોરી, લૂંટ, સ્નેચિંગ ના ગુન્હા નોંધાયા છે. પકડાયેલ આરોપી પાસેથી મોંઘી બાઇક, રોકડ રકમ, સોનાચાંદીના દાગીના મળી કુલ 7,18,172 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. તેમજ ચોરીનો માલ લેનારને પણ ઝડપી મહત્વની સફળતા મેળવી છે.

વર્ષ 2023માં વાપીના ભડકમોરા વિસ્તારમાં આવેલ અંબિકા જવેલર્સમાં લૂંટ કરી ફરાર આરોપીને વલસાડ SGO, LCB ની ટીમે ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી જયનન્દ ઉર્ફે બીલ્લા ગણેશ ગાંધી પાસવાન ઉપર બાઇક ચોરી, ઘરફોડ ચોરી, ચેઇન સ્નેચિંગ અને લૂંટ ના અંદાજિત 35 ગુન્હા નોંધાયેલ છે. પકડાયેલ આરોપીને 2020માં વાપી ટાઉન પોલીસે પકડ્યો હતો. ત્યારે તે કેદી ઝાપતામાંથી ફરાર થઇ જનાર ફરારી આરોપી છે. જેના પર મહારાષ્ટ્રમાં 24 જેટલા ગુન્હા આચર્યા હોય મુંબઈમાં મકોકાનો ગુન્હો નોંધાયો છે. જે અંગે વલસાડ SP એ વિગતો આપી હતી કે, આ આરોપીને ઝડપી વલસાડ મહારાષ્ટ્રના કુલ 14 ગુન્હા ડિટેકટ કર્યા છે.

વલસાડ જિલ્લાના ટુકવાડા અને રેંટલાવ ગામે આ એક સપ્તાહમાં 2 ચેઇન સ્નેચિંગની ઘટના બની હતી. જેમાં વલસાડ SP ડો.કરનરાજ વાઘેલાએ LCB, SOG સહિત વિવિધ પોલીસની 10 જેટલી ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા સૂચના આપી હતી. જે આધારે વાપી તાલુકાના નામધાના ચંડોર વિસ્તારમાં બાઇક લઈ આંટા ફેરા કરતા જયનંદ પાસવાનને ઝડપી લઈ પૂછપરછ કરી હતી. જેમાં આ વ્યક્તિ કેદી ઝાપતાનો ફરારી આરોપી હોવાનું તેમજ હાલમાં બનેલ ચેઇન સ્નેચિંગ અને અગાઉ જવેલર્સની ફૂંકાનમાં લૂંટ કરનાર આરોપી હોવાનો ખુલાસો થયો હતો.

વલસાડ જિલ્લામાં વાપી, પારડી, ઉમરગામ પોલીસ મથક વિસ્તારમાં બાઇક ચોરી, ચેઇન સ્નેચિંગ અને લૂંટની ઘટનાને અંજામ આપનાર જયનંદ પાસેથી પોલીસે મોંઘી બાઇક, રોકડ રકમ, સોનાચાંદીના દાગીના મળી કુલ 7,18,172 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. તેમજ ચોરીનો માલ લેનાર જશીમુદ્દીન રબીઉલ હસીમ શેખને પણ ઝડપી મહત્વની સફળતા મેળવી છે.

લૂંટ અને ચેઇન સ્નેચિંગના ગુન્હામાં ઝડપાયેલા જયનંદ પાસવાન પર કુલ 35 જેટલા ગુન્હા નોંધાયા છે. વલસાડ પોલીસે 14 ગુન્હા ડિટેકટ કર્યા છે. તેમજ મુંબઈમાં 24 જેટલા ગુન્હા આચર્યા હોય મુંબઈ પોલીસે મકોકા નો ગુન્હો પણ દાખલ કર્યો છે. મહિલાના ગળામાંથી સ્નેચિંગ કરી ફરાર થઈ જતા આ આરોપીની મોડ્સ ઓપરેન્ડી અંગે SP એ આપેલી વિગતો મુજબ જયનન્દ પાસવાન પહેલા મોંઘી બાઇક ચોરી કરતો હતો. જે બાદ એ બાઇક પર ચેન સ્નેચિંગ કરી ફરાર થઈ જતો હતો. તો, જવેલર્સની દુકાનમાં લૂંટ કરતો હતો. લૂંટેલા દાગીના તે ઉમરગામમાં જશીમુદ્દીન રબીઉલ હસીમ શેખને આપતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *