વાપીમાં રવિવારે R. K. દેસાઈ કોલેજથી ગુંજન છરવાડા રોડ સુધીની એક અનોખી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોનમાં 1000થી વધુ મહિલાઓએ સાડી પહેરીને વાપીના મુખ્ય માર્ગ પર 1.5 km થી 3 km સુધીની દોડ લગાવી હતી. આ ઇવેન્ટ Vapi Women’s Club અને 21st Century હોસ્પિટલના સહિયારા પ્રયાસથી યોજાઈ હતી. જેનો ઉદેશ્ય કેન્સર અંગે જાગૃતિ લાવવાનો અને સાંસ્કૃતિક પોષાક તરીકે સાડીને પ્રાધાન્ય આપવાનો હતો.
SAREETHON 2.0 ની થીમ RUN WITH POWER SHINE WITH GRACE This is the celebration of empowerment & elegance પર હતી. જેનો ઉદેશ્ય બધા સહભાગીઓને દોડવા અને ચાલવા અથવા તેમના સ્વાસ્થ્ય વિશે જાગૃત કરવા માટે પ્રેરિત કરવા સાથે સાડીને આપણા ભારતના વારસા અને સંસ્કૃતિની ઝલકરૂપે પ્રદર્શિત કરવાનો હતો.
આ ઇવેન્ટ અંગે Vapi Women’s Clubના પ્રેસિડેન્ટ શિલ્પા અગ્રવાલે જણાવ્યું હતું કે. આ SAREETHON 2.0 માં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લઈ ખૂબ જ સારો રિસ્પોન્સ આપ્યો છે. કેન્સર જાગૃતિ સાથેની અને ‘Bharat ki Nari in Saree’ સ્લોગન સાથેની આ ઇવેન્ટ પાછળનો ઉદ્દેશ્ય સાડીની સાંસ્કૃતિક પરંપરા અને તેના વારસાને ઉજાગર કરવા માટેનો હતો. એ જ રીતે મહિલાઓને એ પણ સમજાવવાનો ઉદ્દેશ હતો કે, સાડી પહેરીને જેમ ચાલી શકાય છે તે જ રીતે દોડી પણ શકાય છે. સ્ત્રી સાડી પહેરે કે સ્કર્ટ, દરેક રૂપમાં તે પરફેક્ટ છે. તેનું ગૌરવ તેના કપડાંમાં નથી, પરંતુ તેની લાગણીઓ અને વિચારોમાં છે.
આ ઇવેન્ટના પ્રોજેક્ટ ચેરમેન સોનાક્ષી ગર્ગે જણાવ્યું હતું કે, આ ઇવેન્ટમાં 1000 જેટલી મહિલાઓએ ભાગ લીધો છે. આ સાડીથોન અલગ અલગ કેટેગરીમાં યોજાઇ હતી. જેમાં 1.5 kmની અને 3 kmની રેસ હતી. જેમાં 16 વર્ષની 35 વર્ષની એક કેટેગરી, 36 વર્ષથી 50 વર્ષની ઉંમરના મહિલાઓ માટે બીજી કેટેગરી અને 51 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ માટેની ત્રીજી કેટેગરી નક્કી કરવામાં આવી હતી. વિજેતા મહિલાઓને અલગ અલગ કેટેગરીમાં ટ્રોફી અને રોકડ પુરસ્કાર ઇનામ રૂપે આપવામાં આવ્યા હતા.
તો આ SAREETHON 2.0 ને સ્પોન્સર્સ કરનાર ડો. પૂર્ણિમા નાડકર્ણી ચેરીટેબલ ટ્રસ્ટના અક્ષય નાડકર્ણીએ જણાવ્યું હતું કે, સાડી ઘણી યુવા મહિલાઓ પહેરતી નથી. વેસ્ટર્ન કલ્ચરને વધુ પ્રાધાન્ય આપે છે. ત્યારે, VWC અને 21સ્ટ સેન્ચ્યુરીની એક ઝુંબેશ હતી. જે સ્વર્ગીય પૂર્ણિમા નાડકર્ણી ને સાડી પહેરવાના શોખ ને ધ્યાને રાખીને હતી. સાડીને પ્રોત્સાહન આપવા આ ઇવેન્ટ નું આયોજન કર્યું છે. જેની સાથે કેન્સર અંગે પણ જાગૃતિ લાવવામાં આવી હતી આવા કાર્યક્રમ અમે દર વર્ષે કરતા રહીશું.
ઉલ્લેખનીય છે કે, આ SAREETHON 2.0 ઇવેન્ટમાં સૌ પ્રથમ ઉપસ્થિત મહિલાઓએ ઝુંબા ડાન્સ પર ડાન્સ કર્યો હતો. જે બાદ VWC ની મેમ્બર અને અન્ય અતિથિ મહિલાઓએ ફ્લેગ આપી રેસ સ્ટાર્ટ કરાવી હતી. જેમાં અલગ અલગ ડિઝાઈનની રંગબેરંગી સાડી માં સજ્જ મહિલાઓની આ મેરેથોન ને જોઈ લોકોમાં પણ કુતુહુલ વ્યાપ્યું જોવા મળ્યું હતી.