શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ, સલવાવમાં 15મી જાન્યુઆરીએ સવારે ગૌશાળા સામે ગૌ-પૂજન અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતું. બ્રાહ્મણના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ગૌ-પૂજન બાદ યજ્ઞ કરવામાં આવતા તેમાં ઉપસ્થિત તમામ ગૌ ભક્તોએ સમિધ પૂરી ધન્યતા અનુભવી હતી.
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ, સલવાવ કેમ્પસમાં ગૌ શાળા આવેલ છે. આ ગૌ શાળામાં ઉંચા નસલની ગાયો અને વાછરડાનું પાલન થાય છે. ઉતરાયણ પર્વ નિમિત્તે ગૌ પૂજનનું અતિ મહત્વ હોય સંસ્થાના મે. ટ્રસ્ટી પૂજ્ય કપિલ સ્વામી દ્વારા આ ગૌ પૂજન યજ્ઞનો લાભ લેવા જાહેર આમંત્રણ અપાયુ હોય મોટી સંખ્યમાં ગૌ ભક્તો ઉપસ્થિત રહ્યા હતાં. ભુદેવ હિરેન મહારાજે વિધિવિધાન સાથે ગૌ પૂજન કરાવ્યુ હતું. સાથે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરાવ્યો હતો. યજ્ઞમાં વિદ્યાર્થીઓ, પૂજ્ય સંતો, સંચાલક મંડળના સભ્યો, ડાયરેકટરશ્રીઓ, આચાર્યગણ અને શિક્ષકવૃંદે યજ્ઞમાં સમિધ પૂરી ધન્યતા અનુભવી હતી. તે પછી તમામ ગાય વાછરડાઓને નિરણ ધરી ગૌ માતા પાસે આશીર્વાદ મેળવ્યા હતાં.
આ પ્રસંગે પૂજ્ય કપિલ સ્વામીજીએ ઉત્તરાયણ અને ગૌ પૂજનનું મહાત્મ્ય પોતાની અમૃતવાણીથી રસપાન કરાવ્યુ હતું. આ કાર્યક્રમમાં શ્રી સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપક પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પુરાણી કપિલ જીવનદાસ, પરમ પૂજ્ય રામસ્વામી, ટ્રસ્ટી બાબુભાઈ સોડવડીયા, હરેશભાઈ બોઘાણી, મનસુખભાઇ ગોંડલિયા, કેમ્પસ એકેડેમિક ડીરેક્ટર ડો. શૈલેશ લુહાર, કેમ્પસ એડમીન ડીરેક્ટર હિતેન ઉપાધ્યાય, એડમીન કાઉન્સેલર આશા દામા, આચાર્ય ડૉ. સચિન બી. નારખેડે, ચંદ્રવદન પટેલ, મીનલબેન દેસાઈ, રીનાબેન દેસાઈ, દક્ષાબેન પટેલ, નીતું સીંગ અને તમામ સ્ટાફે તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિતિ રહ્યાં હતાં