Sunday, December 22News That Matters

વાપીમાં Mordez Saloon & academy ના 12 વર્ષ પૂર્ણ થતાં કેક કાપી ઉજવણી કરી, ટ્રેનિંગ પૂર્ણ કરનાર યુવાનોને સર્ટિફિકેટ્સ આપ્યા

વાપીમાં hair, skin, makeup, nail art માટે જાણીતા Mordez સલૂનના 12 વર્ષ પૂર્ણ થતાં સંચાલકો દ્વારા કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે મોર્ડઝ સલૂન એન્ડ એકેડમી તરીકે વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં જાણીતી બ્રાન્ચ છે. જેમાં અત્યાર સુધીમાં 50 થી વધુ યુવાનોને ટ્રેનિંગ આપી પગભર કર્યા છે. 12 વર્ષ પૂર્ણ થયાની ખુશીમાં પણ અહીં ટ્રેનિંગ લેનાર 8 જેટલા યુવાનોને સર્ટિફિકેટ્સ આપી આ ક્ષેત્રમાં નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.

વાપી ના અલગ અલગ વિસ્તારમાં 5 જેટલા ફેમિલી સલૂનની બ્રાન્ચ ધરાવતા અને ગ્રાહકોની પ્રથમ પસંદ બનેલ mordez saloon ના આ સફળતા પૂર્વકના 12 વર્ષ અંગે સંચાલક રાશીદ કાદરી અને દિનેશ રાઠીએ જણાવ્યું હતું કે, આજ નો દિવસ તેઓના માટે ખૂબ જ આનંદ નો દિવસ છે. આજ થી 12 વર્ષ પહેલાં આ સલૂનની શરૂઆત કરી હતી. જેને ગ્રાહકોએ ભરપૂર પ્રેમ આપ્યો છે. એવો જ સહકાર આગામી વર્ષોમાં પણ અવિરત મળતો રહેશે તેવી આશા છે.

12 વર્ષ પૂર્ણ કરવાની ખુશીમાં સલૂનમાં કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. આ સલૂનમાં હેર કટિંગ, સ્કિન કેર, મેક અપ, નેઇલ આર્ટ જેવી સેવા પૂરી પાડવામાં આવે છે. આ એક ફેમિલી સલૂન છે. જેમાં આ વ્યવસાયમાં આગળ વધવા માંગતા યુવાનોને વિશેષ તાલીમ આપવામાં આવે છે. સફળતાનાં 12 વર્ષની ઉજવણી નિમિત્તે 8 જેટલા તાલીમ મેળવેલ સ્ટુડન્ટસ ને સર્ટિફિકેટ્સ આપી આ વ્યવસાયમાં નામ રોશન કરવા શુભેચ્છા પાઠવી છે. અત્યાર સુધીમાં અંદાજિત 50 જેટલા યુવાનોને આ વ્યવસાયની તાલીમ આપી પગભર કર્યા છે.

Mordez saloon and academy ની વાપી સિવાય અન્ય સ્થળોએ પણ બ્રાન્ચ છે. આગામી દિવસોમાં વલસાડ ખાતે પણ બ્રાન્ચ શરૂ કરવાના છે. આ સલૂન લૉ’રીયલ જેવી જાણીતી બ્રાન્ડ સાથે ટાઈ અપ છે. આ Luxury Family Saloon છે. જે ગ્રાહકોને અન્ય સલૂનની સરખામણીએ ઉત્તમ સેવા પૂરી પાડે છે.

 

 

1 Comment

  • What i dont understood is in reality how youre now not really a lot more smartlyfavored than you might be now Youre very intelligent You understand therefore significantly in terms of this topic produced me personally believe it from a lot of numerous angles Its like women and men are not interested except it is one thing to accomplish with Woman gaga Your own stuffs outstanding Always care for it up

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *