Friday, January 31News That Matters

અભ્યાસમાં ઠપકો આપતા ઘરેથી ગુમ વાપીના વિદ્યાર્થીનો મૃતદેહ રાતા ખાડીમાંથી મળ્યો, વિદ્યાર્થી ધોરણ 11માં અભ્યાસ કરતો હતો

વાપી નજીક પસાર થતી રાતાં ખાડીમાંથી એક વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવતા પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. મૃતક વિદ્યાર્થી મંગળવારે શાળાએ ગયા બાદ પરત ઘરે આવ્યો નહોતો. જેની ગુમ નોંધ GIDC પોલીસમાં નોંધાઇ હતી. જે બાદ ગુરુવારે રાતાં ખાડી પાસે તેમની સ્કૂલ બેગ મળી આવી હોય પાણીમાં તપાસ હાથ ધરતા તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.

ઘટના અંગે મળતી વિગતો મુજબ વાપીની એક પ્રતિષ્ઠિત ખાનગી શાળામાં અભ્યાસ કરતો ધોરણ-11નો વિદ્યાર્થી મંગળવારે બપોરે સ્કૂલથી ઘરે પરત આવ્યો નહોતો. જેથી પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ કોઇ જગ્યાએ તેની ભાળ નહિ મળતા પરિવારે GIDC પોલીસ મથકમાં ગુમ નોંધ લખાવી હતી. વિદ્યાર્થીને અભ્યાસમાં ઠપકો આપતા તે ચાલી ગયા હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.

જો કે, બુધવારે સવારે ગુમ વિદ્યાર્થીની સ્કૂલ બેગ સમર્પણ જ્ઞાન સ્કૂલ પાછળ આવેલ રાતા મુળગામ ખાડી પાસે પથ્થર પરથી મળી આવી હતી. જેથી પરિજનો સહિત પોલીસ અને ફાયર વિભાગની ટીમ ત્યાં દોડી ગઈ હતી. ફાયરની ટીમના 7થી વધુ તરવૈયા જવાનોએ 25 ફૂટ ઉડા પાણીમાં સવારથી સાંજ સુધી શોધખોળની પ્રક્રિયા હાથ ધરી હતી.

વિદ્યાર્થીની કોઈ ભાળ નહિ મળતા તે કદાચ બેગ મૂકીને ક્યાંક નીકળી ગયો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું પરંતુ ગુરુવારના દિવસે અચાનક પાણીમાં મૃતદેહ દેખાતા ફરી પોલીસ અને ફાયરને જાણ કરવામાં આવી હતી. જેઓએ મૃતદેહને બહાર કાઢી તપાસતા આ મૃતદેહ 2 દિવસ અગાઉ ગુમ થયેલ વિદ્યાર્થી નો હોવાની ઓળખ થઈ હતી. વહાલસોયા દીકરાના મૃતદેહને જોઈ પરીવારમાં આક્રંદ સાથે ગમગીનીનો માહોલ પ્રસર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *