જમીયત ઉલેમાં એ વાપી ટ્રસ્ટ અને લાયન્સ કલબ ઓફ વાપીના સંયુક્ત ઉપક્રમે આગામી 1લી સપ્ટેમ્બરે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વધુમાં વધુ લોકો રક્તદાન કરવા આવે તેવી અપીલ સંસ્થાના આગેવાનો, સભ્યો દ્વારા કરવામાં આવી છે. રક્તદાન ની રક્તદાતાને અનેક ફાયદા થાય છે. એ ઉપરાંત સેવાના આ કાર્યથી પુણ્યનું ભાથું બાંધે છે.રક્તદાનના ફાયદા અનેક છે. જે નીચે મુજબના છે……
રક્તદાન હૃદય માટે ફાયદારૂપ છે……
રક્તદાન કરવાથી આપણા હૃદયનું સ્વાસ્થ્ય સારું થાય છે. નિયમિત રક્તદાન કરવાથી લોહીમાં આયર્નનું પ્રમાણ ઘટે છે, જેનાથી હાર્ટ અટેકની શક્યતા 88% જેટલી ઘટી જાય છે. રક્તદાનથી લકવા થવાની શક્યતામાં પણ 33% જેટલો ઘટાડો થાય છે.
રક્તદાન નવા રક્તકણોનું ઉત્પાદન વધારે છે….
રક્તદાન કરવાથી તાત્કાલિક જ શરીરમાં નવા રક્તકણોનું નિર્માણ શરુ કરી દે છે, અને 48 કલાકની અંદર જ એનું ઉત્પાદન શરુ થઇ જાય છે. અને એક થી બે મહિનાની અંદર જ રક્તદાન સમયે આપેલા લોહી જેટલું લોહી ફરીથી બની જાય છે. જેનાથી શરીરનું સ્વાસ્થ્ય સુધરે છે અને શરીમાં સ્ફૂર્તિ આવે છે.
રક્તદાન કેલરી બર્ન કરે છે…..
નિયમિત રીતે રક્તદાનથી ઓવરઓલ ફિટનેસ ઈમ્પ્રુવ થાય છે. એક વખત રક્તદાન કરવાથી 650 કેલરી બર્ન થાય છે.
રક્તદાન કેન્સરની શક્યતા ઘટાડે છે.
રક્તદાન કરવાથી કેન્સર થવાની શક્યતા ઘટે છે. એક રિસર્ચ અનુસાર રક્તદાનથી લીવર, આંતરડા, પેટ, ફેફસા તથા ગળાના કેન્સરની શક્યતાઓ ઘટે છે.
રક્તદાનથી ફ્રી હેલ્થ ચેકઅપ નો લાભ મળે છે….
રક્તદાન સમયે રક્તદાતાનું મીની બોડી ચેકઅપ કરવામાં આવે છે. જેમાં તેના શરીરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ ચેક થાય છે, તેમનું બ્લડ સુગર અને બ્લડ પ્રેશર ચેક થાય છે તથા અન્ય લોહીની તપાસ જેવી કે HIV, હિપેટાઇટિસ B , હિપેટાઇટિસ સી પણ તદ્દન ફ્રી કરવાં આવે છે. આ દરેક ટેસ્ટના રિઝલ્ટ રક્તદાતા સિવાય કોઈને બતાવવામાં આવતા નથી.
રક્તદાન જીવન બચાવે છે…..
રક્તદાન કરવાથી કેટલાય લોકોનું જીવન બચાવી શકાય છે અને આ માનવતાપૂર્ણ કાર્યમાં ફાળો આપ્યાનો આનંદ મળે છે, કોઈકને નવું જીવન આપી શકાય છે.
રક્તદાન કેટલાય લોકોને મદદરૂપ થાય છે….
રક્તદાનથી ફક્ત દર્દીને જ નહિ પરંતુ દર્દી ઉપર નિર્ભર પુરા પરિવારને મદદ આપી શકાય છે અને સમાજને મદદરૂપ થઇ શકાય છે કે જેનું કોઈ મૂલ્ય જ નથી. તો આવો આપણે દરેક મળીને વધુમાં વધુ રક્તદાન કરવાનું પ્રણ લઈએ અને કોઈની જિંદગી બચાવવાંમાં આપણું યોગદાન આપીએ…..
લેખ…. ડૉ અલ્પા યાદવ, ફેમિલી ફિઝીશિયન.