Friday, January 31News That Matters

આગામી 1 સપ્ટેમ્બરે જમીયત ઉલમાં-એ-વાપી ટ્રસ્ટ અને લાયન્સ કલબ ઓફ વાપીના સંયુક્ત ઉપક્રમે યોજાશે મહારક્તદાન કેમ્પ

વાપીમાં બિન વારસી મૃતદેહોને તેમની ધાર્મિક વિધિ અનુસાર અંતિમક્રિયા કરીને, ગરીબ, જરૂરિયાતમંદ લોકોને રાશન સહિતની આર્થિક મદદ કરતી તેમજ ગરીબ દર્દીઓની સારવારનો ખર્ચ ઉપાડતી જમીયત ઉલમાં-એ-વાપી ટ્રસ્ટ અને લાયન્સ કલબ ઓફ વાપીના સંયુક્ત ઉપક્રમે આગામી 1લી સપ્ટેમ્બર 2024ના મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કરવામાં આવ્યું છે.આ મહારક્તદાન કેમ્પ વાપીમાં કોપરલી રોડ પર આવેલ સહારા હોસ્પિટલની પાછળ અફસાના માર્કેટ ખાતે યોજાવાનો છે. સવારના 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી આયોજિત આ કેમ્પનું આયોજન જમીયત ઉલમાં-એ-વાપી ટ્રસ્ટના પ્રમુખ અને પ્રોજેકટ ચેરમેન ઇન્તેખાબ ખાન અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

આ મહારક્તદાન કેમ્પમાં Lions club of Vapi સહયોગી સંસ્થા તરીકે જોડાઈ છે. રક્તદાન કેમ્પને સફળ બનાવવા કલબના પ્રેસિડેન્ટ એડવોકેટ લાયન મહિમા યાદવ, પ્રોજેકટ ચેરમેન લાયન નિલોફર મતીનભાઈ શૈખ પણ બનતી મદદ પુરી પાડી રહ્યા છે.

આ રક્તદાન કેમ્પમાં રક્તનું દાન કરનાર દરેક નાગરિક ઉત્સાહભેર જોડાઈને રક્તનું દાન કરે તે માટે આયોજકોનો સંપર્ક કરી રજિસ્ટ્રેશન કરાવે એવી અપીલ કરવામાં આવી છે. રજીસ્ટ્રેશન માટે ઇન્તેખાબ આલમ ખાન મોબાઈલ નંબર 9727670999 / 9427127787, અબ્દુલ વહાબ ખાન મોબાઇલ નંબર 9879147511, ઉઝેર પોપટ મોબાઇલ નંબર 9737522497 પર સંપર્ક કરી શકશે અથવા સંસ્થાના Email ID :- jamiateulamaevapi@gmail.com પરથી રજિસ્ટ્રેશન કરાવી શકશે. તેમજ લાયન્સ કલબ ઓફ વાપીના president Advocate La. Mahima yadav mo-9998655671 Project chermen La.nilofer matinbhai sheikh, mo 9824185336 નો પણ સંપર્ક કરી રજિસ્ટ્રેશન કરાવી શકશે.

WHO દ્વારા રક્તદાન જાગૃતિ માટે દર વર્ષે એક સૂત્ર આપી લોકોને રક્તદાન કરવા પ્રેરિત કરવામાં આવે છે. આ વર્ષનું સૂત્ર છે…. “Be there for someone else. Give blood. Share life” જો કે રક્તદાન માટે એ ઉપરાંત અન્ય પણ અનેક સૂત્રો છે. જેવા કે, “રક્તદાન કરો-જીવન બચાઓ” “રક્તદાન મહાદાન”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *