વાપીના ડુંગરા વિસ્તારમાં આવેલ આસારામ બાપુ ના આશ્રમ ખાતે સાધકો દ્વારા સ્નેહ સંમેલન સાધક મિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં વાપી, નવસારી, સેલવાસ સુધીના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં બાપુના ભક્તો ઉપસ્થિત રહ્યા હતાં.
કાર્યક્રમ અંગે શ્રી વેદાંત સેવા સમિતિ ના સભ્ય અશોક રાવલે જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષથી જેલમાં રહેલા અને મીડિયા દ્વારા થતા કુ-પ્રચાર બાદ પણ આસારામ બાપુ ના ભક્તોમાં કોઈ ઓટ આવી નથી. આજે 10 વર્ષે પણ મોટી સંખ્યામાં બાપુના ભક્તો તેમના ભારત ભરમાં સ્થાપેલ 350 જેટલા આશ્રમમાં આવે આવવાનું ચૂકતા નથી. ડુંગરા ખાતે આયોજિત કાર્યક્રમમાં વડીલ સાધકો દ્વારા સમાજ સેવા, સંસ્કૃતિના જતન માટે કેવો પ્રયાસ કરતા રહેવું છે. તે અંગે ચર્ચા કરી દરેક સાધકને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ સાધક સંમેલનમાં વાપી સેલવાસ નવસારી સુધીના વિસ્તારમાંથી સાધકો ઉપસ્થિત રહ્યા હતા જે બતાવે છે કે, બહારની પરિસ્થિતિ ગમે તેવી હોય, પરંતુ ગુરુ પ્રત્યેનો પ્રેમ ક્યારેય ઓછો થવાનો નથી. બાપુમાં અલૌકિક શક્તિ છે. જેથી જ જેના દસ વર્ષથી દર્શન નથી થયા, જેલમાં છે તેમ છતાં આખા ભારતમાં આવેલા તેમના 350 થી વધુ આશ્રમમાં એમનો પ્રતાપ ઓછો થયો નથી જે ચમત્કારથી વિશેષ કાંઈ નથી.
દેશમાં સાધુ સંતોના અપમાન થાય છે, થઈ રહ્યા છે. અનેક જ્યોતને બુજાવવાના પ્રયાસો થયા છે. પરંતુ તેમ છતાં 350 આશ્રમમાં નિરંતર લોકો આવી રહ્યા છે. આટલી બદનામી, દર્શન વગર પણ લોકો બાપુને માને છે તે પૃથ્વી પરનો પહેલો બનાવ છે તેવું આશારામ બાપુના સાધકોએ જણાવ્યું હતું. સંમેલનમાં અશોક પટેલ સહિતના સાધકોએ જરૂરી તમામ વ્યવસ્થાનું આયોજન કરી સંમેલનને સફળ બનાવ્યું હતું.