વલસાડ જિલ્લાનું વાપી રેલવે સ્ટેશન દક્ષિણ ગુજરાતમાં સુરત પછીનું બીજા નંબરનું સૌથી વધુ આવક રળી આપતું રેલવે સ્ટેશન છે. જો, કે આ રેલવે સ્ટેશને રેલવે અધિકારીઓની મનમાનીએ વાપીના ગીતા નગર વિસ્તારમાં ટ્રાફિકની વિકરાળ સમસ્યા ઉભી કરી છે. સ્ટેશનની હદમાં પૂર્વ છેડે રેલવે ઓથોરિટીએ પે એન્ડ પાર્ક ઉભું કર્યું છે. પરંતુ પેસેન્જરોને છોડવા આવતા રીક્ષા, ટેક્સી, સિટીબસ માટે પીક અપ અને ડ્રોપ અપ પોઇન્ટની મંજૂરી આપતા નથી. જે અંગે વાપી ડિવિઝનના DySP એ રેલવે ઓથોરિટીને આ મામલે હકારાત્મક નિર્ણય લેવા રજુઆત કરી છે. આ પ્રશ્ન એટલો વિકરાળ છે કે આ અંગે રીક્ષા, ટેક્સી, સિટિબસ ચાલકોએ પણ પોતાનો બળાપો ઠાલવ્યો હતો. આ અંગે વાપી ડિવિઝનના DySP બી. એન. દવેએ જણાવ્યું હતું કે, વાપી રેલવે સ્ટેશને પશ્ચિમ અને પૂર્વ બંને તરફ એન્ટ્રી પોઇન્ટ છે. જે પૈકીના પૂર્વ તરફના ગીતાનગર એન્ટ્રી પોઇન્ટ પર મુસાફરોને લેવા મુકવા આવતા પેંસેન્જર વાહનો માટે એન્ટ્રી નથી. આ સ્થળે રેલવેની ખુલ્લી જગ્યા છે. જેમાં રેલવે ઓથોરિટીએ પે એન્ડ પાર્ક ઉભું કર્યું છે. પરંતુ પીક અપ કે ડ્રોપ અપ પોઇન્ટ આપ્યો નથી. મુસાફરોએ મુખ્ય રોડ પર ઉતરવું પડે છે. જેને કારણે ટ્રાફિક સમસ્યા ઉભી થઇ રહી છે. જેના નિરાકરણ માટે હાલમાં રેલવે ઓથોરિટી ને ભલામણ કરી છે. જો રેલવે અધિકારીઓ આ અંગે હકારાત્મક અભિગમ અપનાવે તો ગીતા નગર તરફનો ટ્રાફિક પ્રશ્ન સરળતાથી હલ થઈ શકે છે. વાપી રેલવે સ્ટેશને વેસ્ટર્ન રેલવેની મોટાભાગની ટ્રેનના સ્ટોપેજ છે. વાપી GIDC, દમણ, સેલવાસ અને આસપાસના મોટાભાગના વિસ્તારના લોકોએ તેમના દૈનિક આવાગમન માટે આ સ્ટેશનનો મહત્તમ ઉપયોગ કરવો પડે છે. જે માટે પૂર્વ તરફની એન્ટ્રી પર સૌથી વધુ મુસાફરોની ભીડ રહે છે. આ સ્થળે દૈનિક 500 જેટલા રીક્ષા ચાલકોએ, 100 જેટલા ટેક્સી ચાલકોએ અને સિટિબસ ના સંચાલકોએ મુસાફરોને જાહેર માર્ગ પર જ ઉતારી દેવા પડે છે. વાપી રેલવે સ્ટેશને પશ્ચિમ અને પૂર્વ બંને તરફ એન્ટ્રી પોઇન્ટ છે. જે પૈકીના પૂર્વ તરફના ગીતાનગર એન્ટ્રી પોઇન્ટ પર મુસાફરોને લેવા મુકવા આવતા પેંસેન્જર વાહનો માટે એન્ટ્રી નથી. આ મામલે રીક્ષા અને સીટી બસ સંચાલકોએ પણ પોતાનો બળાપો ઠાલવ્યો હતો.
રેલવે ઓથોરિટીએ સ્ટેશનના પૂર્વ છેડે પે એન્ડ પાર્ક ઉભું કર્યું છે. પરંતુ પીક અપ કે ડ્રોપ અપ પોઇન્ટ આપ્યો નથી. મુસાફરોએ મુખ્ય રોડ પર ઉતરવું પડે છે. જેને કારણે ટ્રાફિક સમસ્યા ઉભી થઇ રહી છે. આ સ્થળે રેલવેની વિશાળ ખુલ્લી જગ્યા છે. જેમાં પીક અપ ડ્રોપ અપ સ્ટેન્ડ આપવા વર્ષોથી રજુઆત કરવામાં આવી રહી છે. પરંતુ રેલવેના અધિકારીઓની મનમાની એટલી વધુ છે કે આ મામલે તે મંજૂરી આપવા આગળ આવતા નથી. જેથી ગીતાનગર વિસ્તારમાં રોજેરોજ ટ્રાફિકનો પ્રશ્ન વિકરાળ બની રહ્યો છે. અનેકવાર મુસાફરો આ ટ્રાફિકમાં ફસાઈને ટ્રેન ચુકી જાય છે. ત્યારે એ ગ્રેડ ના વાપી રેલવે સ્ટેશનના અધિકારીઓ આ અંગે યોગ્ય નિર્ણય નહિ લે તો કદાચ આ માંગ લોકોને આંદોલન કરવા મજબૂર કરે તો પણ નવાઈ નહીં.