વાપી :- સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB)ના હવા પ્રદુષણ અંગે રોજેરોજના આવતા આંકડા મુજબ વાપીમાં 24મી ડિસેમ્બરે AQI (Air Quality Index) 207 રહ્યો હતો. જે બાદ બાદ 25મી ડિસેમ્બર 2024ના AQI 222 રહ્યો છે. દર વર્ષે ડિસેમ્બર મહિનામાં વાપીમાં AQI ની બાબતમાં હંમેશા આ પ્રકારનો ઉંચો તફાવત રહેતો આવ્યો છે. જે ગંભીર બાબત છે.
વાપીમાં આમ તો હંમેશા GPCB, વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, VGEL આ બાબતની ખાસ કાળજી રાખતું આવ્યું છે. ડિસેમ્બર પહેલાના તમામ મહિનાઓમાં AQI 100થી પણ નીચે લાવવામાં સફળતા મેળવી છે. હાલમાં પણ છેલ્લા એક સપ્તાહથી વાતાવરણમાં અનેકગણો પલટો આવ્યો છે. શિયાળાની ઋતુ હોય ધુમ્મસ નું પ્રમાણ સતત વધારે રહ્યું છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે હવાની ગુણવત્તામાં પણ તફાવત જોવા મળી રહ્યો છે.
સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB) દ્વારા દેશના 100થી વધુ શહેરોમાં હવા-પાણીની ગુણવત્તા ચકાસવા ખાસ મોનીટરીંગ સિસ્ટમ ડેવલપ કરી છે. જેમાં હવાનું પ્રદુષણ માપવા ખાસ ઓટોમેટિક મશીન લગાડવામાં આવ્યા છે. જેમાં AQIને PP (પ્રોમિનન્ટ પોલ્યુટન્ટ) pm2.5,ને ખરાબથી અતિ ખરાબ ગણવામાં આવે છે. જ્યારે PP pm10ને આદર્શ માનવામાં આવે છે. જે મુજબ વાપીમાં ડિસેમ્બર 24 અને 25ના pm2.5 અને ઇન્ડેસ 207, 222ને ખરાબ હવાના માપદંડ માં ગણવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર 24 અને ડિસેમ્બર 25/2024ના દિલ્લીમાં AQI અનુક્રમે 369 અને 336 રહ્યો છે. પરંતુ, વાપીની સરખામણી એ ગુજરાતના અન્ય શહેરોની વાત કરીએ તો, અમદાવાદમાં 24મી ડિસેમ્બરે 175 AQI હતો, 25મી ડિસેમ્બરે 169 AQI હતો. અંકલેશ્વરમાં 24મી ડિસેમ્બરે 187 AQI હતો, 25મી ડિસેમ્બરે 188 AQI હતો. વટવામાં 24મી ડિસેમ્બરે 138 AQI હતો, 25મી ડિસેમ્બરે 129 AQI હતો.