આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL), વાપી બ્રાન્ચમાં ટ્યુશન મેળવતા અને વલસાડ જિલ્લાના ઉમરગામની SSV જ્ઞાન શાળામાં અભ્યાસ કરતા વાપીના મિહિર કાપસે એ JEE (Advanced) ની પરીક્ષામાં AIR 715 અને કેટેગરી રેન્ક (SC – B) મેળવ્યો છે. વલસાડ જિલ્લામાં તે પ્રથમ ટોપ સ્કોરર બન્યો છે. જે બદલ AESL અને તેમના માતાપિતાએ શુભેચ્છા પાઠવી હતી. મિહિરે જણાવ્યું હતું કે આ સિદ્ધિ તેમને AESL દ્વારા પ્રદાન કરવામાં આવેલ ઉચ્ચ-ગુણવત્તાવાળા કોચિંગને કારણે મળી છે.JEE (Advanced)ની પરીક્ષા બાદ IIT મદ્રાસ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મિહિર કાપસે નામના વિદ્યાર્થીએ વલસાડ જિલ્લામાં 715 AIR સાથે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. મિહિરે JEE એડવાન્સ્ડની તૈયારી કરવા માટે AESL ના ક્લાસરૂમ પ્રોગ્રામમાં પ્રવેશ મેળવ્યો હતો, જેના શિક્ષકો પાસેથી મેળવેલ કોચિંગથી તે આ સફળતા પ્રાપ્ત કરી ચુક્યો છે. આ અસાધારણ સિદ્ધિ બદલ અભિનંદન આપતાં, આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL)ના ચીફ એકેડેમિક અને બિઝનેસ હેડ અમિત સિંહ રાઠોડ અને વાપી બ્રાન્ચના આસિસ્ટન્સ ડાયરેકટર પ્રભાકરને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, મિહિરને મળેલી સફળતા તેની સખત મહેનત અને સમર્પણ તેમજ તેમના માતા-પિતાના સમર્થનથી મળી છે. હવે તે આ સારા રેન્ક સાથે સારી કોલેજ જોઈન કરી શકશે.પોતાને મળેલ સફળતા અંગે મિહિરે જણાવ્યું હતું કે, આ સફળતાનો તમામ શ્રેય એકાશ ના કોચિંગને અને તેના શિક્ષકો ને આભારી છે. તેમજ તેમના માતાપિતા એ આપેલ પ્રોત્સાહનથી તે આટલું સુંદર પરિણામ લાવી શક્યો છે. તે રિસર્ચ સાયન્ટિસ્ટ બનવા માંગે છે. JEE માટે તે દરરોજ 5 થી 10 કલાક અભ્યાસ કરતો હતો. હવે આગળના અભ્યાસ માટે તે IIT બેંગ્લોરમાં જશે.મિહિર કાપસેની આ સિદ્ધિ બદલ તેમના પિતા પ્રકાશ કાપસે અને માતાએ અભિનંદન આપ્યા હતાં. તેઓ LICનું કામ કરે છે. તેમની પ્રેરણાથી જ તેમના ત્રણ સંતાનો અભ્યાસક્ષેત્રે નામ રોશન કરી રહ્યા છે. 3 સંતાનો પૈકી મિહિર સૌથી નાનો છે. તે તેમના પરિવારનું ગૌરવ છે. મિહિરે ખૂબ જ મહેનત કરી છે. ઘરે પણ તે સતત અભ્યાસમાં વ્યસ્ત રહેતો હતો આજે તેમને મળેલી સફળતાથી હર્ષ ની લાગણી અનુભવી હતી.ઉલ્લેખનીય છે કે, જેઇઇ (એડવાન્સ્ડ) 2024 ના પેપર 1 અને 2 માં કુલ 180,200 ઉમેદવારોએ હાજરી આપી હતી. કુલ 48,248 ઉમેદવારોએ જેઇઇ (એડવાન્સ્ડ) 2024 માટે ક્વોલિફાઈડ થયા છે. આકાશ હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરાયેલા વિવિધ કોર્સ ફોર્મેટ દ્વારા વ્યાપક IIT-JEE કોચિંગ આપે છે. જેનાથી મિહિરે વલસાડ જિલ્લાનું નામ રોશન કર્યું છે.