વલસાડ જિલ્લામાં આવેલ સરીગામ GIDC માં મેંગો કુલર બનાવતી કંપનીની કોમર્શિયલ ટીવી એડ શૂટ કરવા માટે જાણીતા કલાકારો વાપી આવ્યા હતાં. જેઓએ ચલા વિસ્તારમાં મેંગો કુલર કંપની ના સંચાલકો ના નિવાસ સ્થાને ટીવી એડનું શૂટિંગ કર્યું હતું. આ પ્રસંગે તમામ કલાકારોએ વાપીમાં એડના શૂટિંગનો અનુભવ વ્યક્ત કર્યો હતો. તેમજ આ પહેલ આ વિસ્તારના ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવેલ અન્ય નામાંકિત કંપનીઓને તેમની બ્રાન્ડિંગ કરવામાં અનેકગણી ઉપયોગી સાબિત થશે. બ્રાન્ડિંગ માટે મુંબઈ સુધી જવું નહિ પડે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
ચેન્નઈ એક્સપ્રેસ, સિંઘમ જેવી ફિલ્મો રાધા કૃષ્ણ, દિયાબાતી, સિલસીલા પ્યાર કા જેવી સિરિયલો અને 200થી વધુ કોમર્શિયલ એડમાં કામ કરી ચૂકેલા કલાકાર રાકેશ કુરકુતી, અનેક એડ ફિલ્મોમાં કામ કરી ચુકેલી એકટર સ્નેહા નામાનંદી સોમવારે વાપી આવ્યા હતાં. જેઓએ બ્લેક લાઈટ પિક્ચર હેઠળ કુલર બનાવતી કંપનીની ટીવી એડનું શૂટિંગ કર્યું હતું.
આ પ્રસંગે જાણીતા કલાકાર રાકેશ કુરકુતી એ જણાવ્યું હતું કે, વાપીમાં તેઓ પ્રથમ વખત એક કંપનીની એડ નું શૂટિંગ કરવા માટે આવ્યા છે. બ્લેક લાઈટ એડ એજન્સી દ્વારા તેઓ આ શૂટિંગ કરવા આવ્યા છે. વાપીમાં શૂટિંગનો અનોખો અનુભવ રહ્યો છે. કંપનીના સંચાલકોને પણ તેઓ ઓળખતા હોય પારિવારિક માહોલમાં તમામે એડનું શૂટિંગ કર્યું છે.
એડ ફિલ્મ કલાકાર સ્નેહા નામાનંદી જણાવ્યું હતું કે મુંબઈથી પ્રથમ વખત તે વાપીમાં આવ્યા છે. અહીં મેંગો બ્રાન્ડની એડનું શૂટિંગ કરવામાં આવ્યું છે. આ કંપની કુલર બનાવે છે જેની એડ શૂટ કરવાનો અનુભવ ખુબ જ સારો રહ્યો છે. વાપી એક ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે જેમાની આ એક બ્રાન્ડ સાથે એસોસિએટ થવાની તક મળી છે.
કંપનીની કુલર પ્રોડક્ટને કોમર્શિયલ ટીવી એડના માધ્યમથી પ્રસિદ્ધ કરવાના આશયથી એડ એજન્સી અને કલાકારો પાસે શૂટિંગ કરાવનાર રિશીકા ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર અરુણ મહાજને જણાવ્યું હતું કે તેમણે આ કંપની 2009માં નાના પાયાથી શરૂ કરી હતી. 2024 સુધીમાં કુલર ક્ષેત્રે ભારતમાં આ સાતમા નંબરની પ્રતિષ્ઠિત કંપની છે. દર વર્ષે ત્રણ લાખ જેટલા કુલર બનાવે છે. સરીગામ જીઆઇડીસીમાં આ કંપની આવેલી છે. જેમાં 300 જેટલા કામદારોને રોજગારી પૂરી પાડે છે. આ કંપનીના મેંગો કુલર પ્રોડક્ટને વધુ લોકો સુધી પહોંચાડવા ટીવી કોમર્શિયલ એડ બનાવી છે. જેનાથી તેમના કુલરનું બ્રાન્ડિંગ થશે તો તેનો ફાયદો કંપનીને મળશે.
એડ ફિલ્મનું શૂટિંગ કરવા આવેલ એજન્સીના બ્લેકલાઇટ પિક્ચરના ડાયરેક્ટર ઉત્તમ ઢાંકલેએ જણાવ્યું હતું કે તેઓએ અનેક ટીવી શો, ફિલ્મ, એડ ફિલ્મ ડાયરેકટ કરી છે. વાપીમાં તેમને આ પ્રથમ ચાન્સ મળ્યો છે. આ વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે. જો અન્ય જાણીતી કંપનીઓ પણ આ પહેલ કરશે તો તેમને આ સુવિધા પૂરી પાડવાનો પ્રયાસ કરશે. જેથી તેઓએ મુંબઈ સુધી જવું નહીં પડે.
ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં આવેલ સરીગામ GIDC માં મેંગો કુલર બનાવતી કંપનીની કોમર્શિયલ ટીવી એડ શૂટ કરવા માટે આવેલા કલાકારોએ વાપીમાં ચલા વિસ્તારમાં મેંગો કુલર કંપની ના સંચાલકો ના નિવાસ સ્થાને ટીવી એડનું શૂટિંગ કર્યું હતું. જેને જોવા આસપાસના લોકો પણ ઉમટી પડ્યા હતાં. જેઓએ કલાકારો સાથે ફોટા પડાવી તેને સોશ્યલ મીડિયામાં શેર કર્યા હતાં.