Friday, October 18News That Matters

વાપીની બેસ્ટ પેપરમિલ અને VIA દ્વારા ત્રિદિવસીય આયુર્વેદિક પંચકર્મ અને ન્યુરો થેરાપીના નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરાયું

ગુજરાત સરકારના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે નિઃશુલ્ક આયુર્વેદિક શિબિરનું VIA ઓડિટોરિયમ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બેસ્ટ ગ્રૂપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ અને વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA)ના સહયોગમાં આયોજિત આ ત્રિદિવસીય કેમ્પમાં મહેસાણામાં આયુર્વેદિક પંચકર્મથી સારવાર કરતા ડૉ. મયુર પ્રજાપતિ દ્વારા આયુર્વેદિક સારવાર આપી વર્ષોથી વિવિધ રોગોથી પીડાતા દર્દીઓને નિઃશુલ્ક સારવારનો લાભ આપ્યો હતો.

વાપીમાં અને સરીગામમાં બેસ્ટ પેપર મીલ ધરાવતા ઉદ્યોગપતિઓ રમેશ શાહ અને નિતિન ઓઝા દ્વારા VIA ના સહયોગમાં વાપીના VIA ઓડિટોરિયમમાં ત્રિદિવસીય આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પોતાને થયેલા ફાયદાને જોઇ આ ફાયદો વાપીની જનતા પણ લઇ શકે તેવા શુભ ઉદ્દેશ્યથી મહેસાણામાં આયુર્વેદિક પંચકર્મથી સારવાર કરતા ડૉ. મયુર પ્રજાપતિ સાથે મળી આ નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. બેસ્ટ ગ્રૂપ દ્વારા 20 વર્ષથી થતી સામાજિક પ્રવૃત્તિના ભાગરૂપે વાપી, સરીગામ, ટુકવાડા, ઉમરગામમાં અત્યાર સુધીમાં  ફ્રી આયુર્વેદિક પંચકર્મ અને ન્યૂરો થેરાપીના 5 જેટલા કેમ્પ કરી 3000 જેટલા લોકોને નિઃશુલ્ક સારવારનો લાભ આપ્યો છે.

આ સંપૂર્ણ નિઃશુલ્ક કેમ્પના આયોજક એવા બેસ્ટ પેપર મિલના રમેશ શાહ અને નિતિન ઓઝાએ જણાવ્યું હતુ કે, તેમની કંપની દ્વારા વાપીમાં રક્તદાન કેમ્પ કે વૃક્ષારોપણ જેવી પ્રવૃતિ કરવામા આવે છે. પરંતુ તેમણે પોતે મહેસાણાના પંચકર્મ અને ન્યુરોથેરાપીથી સારવાર કરતા આયુર્વેદ ડો. મયુર પ્રજાપતિ પાસે સારવાર કરાવી અને દુખાવો કાયમ માટે ગાયબ થઇ જતા તેમણે આવા સાંધાના, કમરના દુખાવામાંથી સામાન્ય લોકોને પણ રાહત અપાવવા અને આપણી પાંચ હજાર પુરાણી પ્રાચિન ચિકિત્સા પદ્ધતિને લોકો જાણે તે માટે આ વિનામુલ્યે સારવાર કેમ્પનું આયોજન કર્યું છે. જેને પ્રથમ દિવસે જ સારો પ્રતિસાદ મળ્યો છે.

BAMS ડૉ. મયુર એન. પ્રજાપતિ, (સ્પાઇન અને સાંધાની સમસ્યાના નિષ્ણાત) આ સારવાર માં આ તેમની ત્રીજી પેઢી છે. સામાન્ય રોગો જેમ કે ગાદી ખસી જવી (સાયટિકા), એન્કાયલોઝિંગ અને સર્વિકલ સ્પોન્ડિલાઇટિસ, હાડકા માં લોહીનો સંચાર ન થવો (AVN), ટેનિસ એલ્બો, માઇગ્રેન, લકવો, અનિદ્રા, કાંડા નો દુખાવો (કાર્પલ ટનલ સિન્ડ્રોમ), હાડકા પોલા થવા (ઑસ્ટિયોપોરોસિસ) અને અન્ય ઘણા સામાન્ય રોગોની સારવાર કરે છે. ડો. પ્રજાપતિ અને તેમની ટીમ દર્દીઓને પંચકર્મ, નશ્યકર્મ, કપીંગ થેરાપી હોટ/ફાયર કપીંગ થેરાપી, એક્યુપંક્ચર/એકયુપ્રેશર, બ્લડ કપીંગ થેરાપી, હેમર થેરાપી, હાડકાની સેટિંગ થેરાપી, અગ્નિકર્મ વગેરે જેવી સારવાર પુરી પાડે છે.

ભારતમાં 5 હજાર વર્ષ પહેલાથી આયુર્વેર્દાચાર્ય ૠષિ ચરક અને ૠષિ સુષૃત દ્વારા શોધાયેલ પંચકર્મ અને ન્યુરો થેરાપી આજે સમગ્ર વિશ્વમાં ખૂબજ પ્રચલિત બની છે અને વિશ્વભરના લોકો આ ચિકિત્સા પદ્ધતિને અપનાવી શરીરના વિવિધ દુખાવામાંથી કાયમી રાહત મેળવી રહ્યા છે, પંચકર્મ આયુર્વેદ સારવાર થકી નિરોગી કરવામાં આવ્યા છે, પંચકર્મ પદ્ધતિએ બોડી પ્યુરિફિકેશન થેરેપી છે. જેમા સંપૂર્ણ શરીરને શુદ્ધ કરવામાં આવે છે અને રોગોનો મુળમાંથી નાશ કરવામાં આવે છે.

મહેસાણામાં આયુર્વેદિક થેરાપીથી સારવાર કરતા ડૉ. મયુર પ્રજાપતિ અને તેમના પત્નિની આ પદ્ધતિ ગુજરાતભરમાં વખણાઇ ચૂકી છે. જેનાથી સાંધા, ઢીંચણ, એડી, ગર્દન, કમરનો દુખાવો, લકવો, સાયટીકા, ગાદી ખસી જવી, ખંભાનો દુખાવો, પંજા, કોણીનો, કાંડાનો દુખાવો સહિતના દુખાવામાં હજારો દર્દીઓને સો ટકા સાજા કર્યા છે. જેના કેમ્પના ઉદ્ઘાટન દરમિયાન સતીષભાઈ પટેલ, પ્રમુખ, VIA, મગનભાઈ સાવલિયા, ઉપપ્રમુખ, VIA, કલ્પેશભાઈ વોરા, માનદ મંત્રી, VIA, ચંદ્રેશભાઈ મારુ, સહમંત્રી, VIA, એ.કે.શાહ, સલાહકાર બોર્ડના સભ્ય, VIA, યોગેશભાઈ કાબરિયા, સલાહકાર બોર્ડના સભ્ય, VIA, પ્રકાશભાઈ ભદ્રા, સલાહકાર બોર્ડના સભ્ય, VIA, હેમંતભાઈ પટેલ, અધ્યક્ષ – નોટિફાઈડ એરિયા ગવર્નિંગ બોર્ડ, વાપી, કાશ્મીરાબેન શાહ, પ્રમુખ, વાપી નગરપાલિકા, અભયભાઈ શાહ, ઉપપ્રમુખ, વાપી નગર પાલિકા, મિતેશભાઈ દેસાઈ, વાપી નગરપાલિકાની કારોબારી સમિતિના અધ્યક્ષ, VIA ના કારોબારી સમિતિના સભ્યો બેસ્ટ પેપર મિલ્સના સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *